PM મોદીના US પ્રવાસથી ગુજરાતને લાગી લોટરી, અમેરિકાની કંપની ગુજરાતમાં સ્થાપશે સેમિકંડક્ટર પ્લાન્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વોશિંગ્ટન: ભારતને સેમીકન્ડક્ટર હબ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાની દિશામાં મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન સેમિકન્ડક્ટર કંપની માઈક્રોન (US Chip Company Micron) ગુજરાતમાં તેનો પ્લાન્ટ સ્થાપશે. આ અંતર્ગત કંપની 2.7 અબજ ડોલરનું રોકાણ કરશે. પીએમ મોદીના યુએસ પ્રવાસ વચ્ચે આ સમાચાર સામે આવ્યા છે. કેબિનેટે નવા સેમિકન્ડક્ટર ટેસ્ટિંગ અને પેકેજિંગ યુનિટ માટે ભારતમાં માઈક્રોનના રોકાણને મંજૂરી આપી છે.

પીએ મોદી માઈક્રોનના સીઈઓને મળ્યા
રિપોર્ટ અનુસાર, આ કરાર હેઠળ અમેરિકન સેમિકન્ડક્ટર કંપનીને $1.34 બિલિયનના પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI)નો લાભ પણ મળશે. પ્રોત્સાહન પેકેજના કદને કારણે આ માટે કેબિનેટની મંજૂરીની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની યુએસ મુલાકાત દરમિયાન માઈક્રોનના સીઈઓ સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી હતી અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કંપનીને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.

કંપની તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, માઈક્રોન ગુજરાતમાં સેમિકન્ડક્ટર ટેસ્ટ અને એસેમ્બલી પ્લાન્ટ સ્થાપશે. તે બે તબક્કામાં વિકસાવવામાં આવનાર આ પ્લાન્ટ પર પોતાના તરફથી $825 મિલિયનનું રોકાણ કરશે. બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા રોકાણ કરવામાં આવશે.

ADVERTISEMENT

આ વર્ષે બાંધકામ શરૂ થઈ શકે છે
સંજય મેહરોત્રાએ કહ્યું છે કે, સ્થાનિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ભારત જે પગલાં લઈ રહ્યું છે તેનાથી અમે ઉત્સાહિત છીએ. હું ભારત સરકાર અને સામેલ તમામ અધિકારીઓનો આભારી છું જેમણે આ રોકાણ શક્ય બનાવ્યું છે. ભારતમાં અમારું નવું એસેમ્બલી અને પરીક્ષણ સ્થાન માઈક્રોનને અમારા વૈશ્વિક ઉત્પાદન આધારને વિસ્તારવા અને ભારત સહિત વિશ્વભરના અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપવા સક્ષમ બનાવશે.

કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં પ્લાન્ટનું બાંધકામ આ વર્ષે શરૂ થવાની આશા છે. જેમાં પ્રથમ તબક્કામાં 500,000 ચોરસ ફૂટ આયોજિત ક્લીનરૂમ જગ્યાનો સમાવેશ થશે, તે 2024 ના અંતમાં કાર્યરત થવાનું છે. માઈક્રોન ટેક્નોલોજી અનુસાર, બંને તબક્કાઓ દ્વારા લગભગ 5,000 નોકરીઓ સીધી રીતે ઉપલબ્ધ થશે. જ્યારે 15,000 લોકોને આગામી કેટલાક વર્ષો સુધી પરોક્ષ રોજગાર મળતો રહેશે.

ADVERTISEMENT

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મોટી વાત કહી
ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારત સેમિકન્ડક્ટર માટે ચીન, તાઈવાન અને કોરિયા જેવા દેશો પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, જો અમેરિકન ચિપ કંપનીઓ ભારતમાં આવે છે અને સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરે છે, તો તે દેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે. કેન્દ્રીય રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતમાં એસેમ્બલી અને ટેસ્ટિંગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે કંપનીનું આ રોકાણ ભારતના સેમિકન્ડક્ટર પરિદ્રશ્યમાં ગેમ ચેન્જર સાબિત થશે અને હજારો નોકરીઓ પેદા કરશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT