ગુજરાતના ઉદ્યોગપતિઓને આકર્ષવા CM યોગીની ટીમ અમદાવાદમાં, ટોરેન્ટ ગ્રુપ UPમાં કરશે 24 હજાર કરોડનું રોકાણ
અમદાવાદ: ઉત્તર પ્રદેશને ન્યુ ઈન્ડિયાનું ગ્રોથ એન્જિન બનાવવા અને GIS-23માં રોકાણકારોને આમંત્રિત કરવા માટે, CM યોગીની ટીમ ગુરુવારે સવારે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચી છે.…
ADVERTISEMENT
અમદાવાદ: ઉત્તર પ્રદેશને ન્યુ ઈન્ડિયાનું ગ્રોથ એન્જિન બનાવવા અને GIS-23માં રોકાણકારોને આમંત્રિત કરવા માટે, CM યોગીની ટીમ ગુરુવારે સવારે ત્રણ દિવસની મુલાકાતે અમદાવાદ પહોંચી છે. અહીં તે બિઝનેસ ટુ ગવર્નમેન્ટ (B2G) મીટિંગ્સ અને રોડ શોમાં ભાગ લેશે. યોગીની ટીમ અમદાવાદમાં ગુરુવારે ધ ક્રાઉન પ્લાઝા હોટેલ ખાતે ટોરેન્ટ ફાર્મા પ્લાન્ટ ફેસિલિટીના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે યોગી આદિત્યનાથની સરકારમાં યુપીની ખૂબીઓ અને સરકારની નીતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ પછી મુખ્યમંત્રીના સલાહકાર અવનીશ અવસ્થી અને જ્ઞાનેન્દ્ર નાથ સિંહે પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો: ખેડૂતોને વાયદા કરી સરકાર ભૂલી ગઈ, પાટણના MLA કિરીટ પટેલે કરાવ્યું યાદ !
ટોરેન્ટ ગ્રુપ કરશે 24 હજાર કરોડનું રોકાણ
બીજી તરફ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના ACS નવનીત સહગલે ટ્રાન્સસ્ટેડિયા ગ્રૂપ અને અમૂલ ગ્રૂપના સીઈઓ જયન મહેતા સાથે મુલાકાત કરી હતી.ટોરેન્ટ ગ્રુપે રૂ.24000 કરોડનું યુ.પીમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી છે. ટીમ અમદાવાદ ત્રણ ડઝનથી વધુ દિગ્ગજ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન મુલાકાત કરશે, જ્યારે રોડ શોમાં ઘણા દિગ્ગજ ઉદ્યોગપતિઓ સામેલ થશે. આ મુલાકાત બિઝનેસ ટુ ગર્વમેન્ટ (B2G)ના આધાર પર હશે. જે શુક્રવારે સવારે 10 વાગ્યે શરૂ થશે. જ્યારે બીટુજી અને રોડ શોમાં સીએમ યોગીની ટીમ અમદાવાદના ઉદ્યોગપતિઓને યુપીમાં રોકાણ કરવાના અવસરોની જાણકારી આવશે અને તેમને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
ADVERTISEMENT
કોણ છે UP સીએમ યોગી આદિત્યનાથની ટીમમાં?
અમદાવાદમાં સીએમ યોગીની ટીમમાં કેબિનેટ મંત્રી અરવિંદ કુમાર શર્મા, જિતિન પ્રસાદ અને રાજ્યકક્ષાના મંત્રી જયેન્દ્ર પ્રતાપ સિંહ રાઠોડનો સમાવેશ થાય છે. જ્યારે વરિષ્ઠ અધિકારીઓમાં MSME અને ટેક્સટાઈલ વિભાગના ACS અમિત મોહન પ્રસાદ, રમતગમત અને યુવા કલ્યાણ વિભાગના ACS નવનીત સહગલ, CM યોગીના સલાહકાર અવનીશ કુમાર અવસ્થી, જ્ઞાનેન્દ્ર નાથ સિંહ, YIDAના એડિશનલ CEO રવિન્દ્ર કુમાર અને UPNEDAના ડિરેક્ટર અનુપમ શુક્લાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT