Twitter માંથી વાદળી ચકલી ગાયબ! હવે Elon Muskના ‘ડોગી’નો નવો લોગો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ Twitter Logo Changed: ટ્વિટરમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે ઈલોન મસ્કે ખુદ ટ્વિટરનો લોગો બદલ્યો છે. એટલે કે હવે ટ્વિટર પરથી વાદળી પક્ષી ગાયબ થઈ ગયું છે. આ ફેરફાર બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. કારણ કે, ટ્વિટરે ‘ડોગી’ને પોતાનો નવો લોગો બનાવ્યો છે. ટ્વિટરના માલિક ઈલોન મસ્કે પણ આ અંગે એક ટ્વિટ કર્યું છે, જેના પછી માનવામાં આવે છે કે ડોગી ટ્વિટરનો નવો લોગો હશે.

વાસ્તવમાં, સોમવાર રાતથી, યુઝર્સને તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાદળી પક્ષીની જગ્યાએ કૂતરું જોવા મળ્યું. આ લોગો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ એકબીજાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે શું દરેકને ટ્વિટર લોગો પર કૂતરું દેખાય છે. થોડી જ વારમાં, #DOGE ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું કે કોઈએ ટ્વિટર હેક કર્યું છે. પરંતુ આના થોડા સમય બાદ ઈલોન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે ટ્વિટરે તેનો લોગો બદલી નાખ્યો છે.

ADVERTISEMENT

મસ્કે ટ્વીટરની ગાડી ચલાવતા ડોગીની તસવીર શેર કરી
એલોન મસ્કે મંગળવારે રાત્રે લગભગ 12:20 વાગ્યે એક ફોટો ટ્વિટ કર્યો હતો. જેમાં કારની ડ્રાઇવિંગ સીટ પર એક કૂતરો બેઠો છે અને તે ટ્રાફિક પોલીસને તેનું લાઇસન્સ બતાવી રહ્યો છે. આ લાયસન્સમાં વાદળી પક્ષીનો ફોટો છે (જૂનો Twitter લોગો). જે બાદ ડોગી ટ્રાફિક પોલીસને કહી રહ્યો છે કે, “આ જુનો ફોટો છે”. મસ્કના આ ટ્વિટ પછી ટ્વિટર પર લગાવવામાં આવી રહેલી વિવિધ અટકળોનો અંત આવ્યો અને એ સ્પષ્ટ થઈ ગયું કે ઈલોન મસ્કે લોગો બદલ્યો છે.

સરેંડર, સજા કે દંડ? એડલ્ટ સ્ટારને સીક્રેટ પેમેન્ટ કેસમાં આજે ટ્રમ્પની પેશી

ADVERTISEMENT

મસ્કે અગાઉ પણ ‘ડોગી’ વિશે સંકેતો આપ્યા હતા
જણાવી દઈએ કે ઈલોન મસ્ક અગાઉ પણ ડોગી વિશે સંકેતો આપી ચૂક્યા છે. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ફોટો ટ્વીટ કર્યો હતો. તેના કેપ્શનમાં મસ્કે લખ્યું, “ટ્વિટરના નવા સીઈઓ શાનદાર છે.” ફોટામાં ટ્વિટરના સીઈઓની ખુરશી પર એક કૂતરો બેઠો હતો. તેની સામેના ટેબલ પર એક કાગળ રાખવામાં આવ્યા હતા, જેમાં આ કૂતરાનું નામ Floki અને તેની પોસ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીચે લખેલું હતું. આ પેપર પર ટ્વિટરનો લોગો એટલે કે બ્લુ બર્ડ હતો. જો કે, ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે મસ્ક ટ્વિટરનો વર્ષો જૂનો લોગો બદલવા જઈ રહ્યો છે.

ADVERTISEMENT

પોતાનું વચન પૂરું કર્યું?
ઈલોન મસ્કે ટ્વિટરનો લોગો બદલ્યા બાદ વધુ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, જેમ વચન આપ્યું હતું. હકીકતમાં, આ ટ્વીટમાં, મસ્કએ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે 26 માર્ચની જૂની ચેટનો છે. આ સ્ક્રીન શૉટમાં કરવામાં આવેલી પોસ્ટમાં મસ્કે પૂછ્યું છે કે, શું કોઈ નવા પ્લેટફોર્મની જરૂર છે. તેના પર ચેરમેન નામના યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે ટ્વિટર ખરીદો અને તેનો બ્લુ બર્ડ લોગો ડોગીથી બદલો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT