સોનું આજે ફરી મોંઘું થયું, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો 22 કેરેટ ગોલ્ડના લેટેસ્ટ ભાવ

ADVERTISEMENT

Gold-Silver Price Today
સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
social share
google news

Sona-Chandi na Bhav : ભારતીય બુલિયન માર્કેટમાં આજે 11 જુલાઈ, 2024ની સવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સોનું હવે 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ ગયું છે, જ્યારે ચાંદીની કિંમત 92 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 72751 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 92205 રૂપિયા છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 72616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે (ગુરુવારે) સવારે મોંઘી થઈને 72751 રૂપિયા પર પહોંચી ગઈ છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી મોંઘા થયા છે.

આજે 22 કેરેટ સોનાના ભાવ

સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, આજે 995 શુદ્ધતાના સોનાની કિંમત 72460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારે 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 66640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો દર 54563 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારે 585 (14 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 42559 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ADVERTISEMENT

આજે સોના-ચાંદીમાં કેટલા રૂપિયા બદલાયા?

- શુદ્ધતા બુધવાર સાંજના ભાવ ગુરુવાર સવારના ભાવ કેટલો ફેરફાર?
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 72616 72751 135 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 995 72325 72460 135 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 66516 66640 124 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 54462 54563 101 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 42480 42559 79 રૂપિયા મોંઘુ
ચાંદી (પ્રતિ 10 ગ્રામ) 999 91793 92205 412 રૂપિયા મોંઘી

મિસ્ડ કોલ દ્વારા જાણો સોના અને ચાંદીના ભાવ

તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડા સમયની અંદર તમને એસએમએસ દ્વારા દરની માહિતી મળી જશે. તે જ સમયે, તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com પર જઈને સવાર અને સાંજના સોનાના દરના અપડેટ્સ જાણી શકો છો.

    follow whatsapp

    ADVERTISEMENT