Solar Rooftop Loan: સોલર સિસ્ટમ લગાવવા માટે આ સરકારી બેંક આપી રહી છે સસ્તી લોન

ADVERTISEMENT

ફાઈલ તસવીર
Solar Rooftop Loan
social share
google news

Solar Rooftop Loan: દેશની એક મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB) સોલર રુફટોપ સ્કીમના માટે ઓછા ટકાએ લોન ઓફર કરી રહી છે. બેંકે પોતાની વેબસાઇટ પર જાણકારી આપી છે કે, આ લોનને લેવા માટે અરજકર્તાનો CIBILસ્કોર ઓછામાં ઓછો 680 હોવો જરુરી છે. સાથે જ  આ લોનને લેવા માટે અરજકર્તા પાસે પોતાની રેસિડેન્સિઅલ પ્રોપર્ટી હોવી જરુરી છે. જેનાથી છત પર સિસ્ટમને ઇન્સટોલ કરી શકાય. આ લોન માટે અરજીકર્તાની મહત્તમ ઉંમર 75 વર્ષની હોવી જોઇએ.

વધુમાં વધુ કેટલી લોન મળશે?

બેંકે કહ્યું છે કે, આ લોન રહેણાંક ઘરમાં વધુ માં વધુ 10 કિલોવોટ સુધીની ક્ષમતા વાળી ન્યુ રૂફટોપ સોલર પાવર સિસ્ટમને ઇન્સ્ટોલ માટે આપવામાં આવી રહી છે. રૂફટોપ સોલર પાવર સિસ્ટમની ક્ષમતાના આધારે મહત્તમ લોનની રકમ 6 લાખ રૂપિયા છે.

લોન પર કેટલું વ્યાજ લાગશે?

3 કિલોવોટ સુધી રૂફટોપ સોલર પાવર સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે 7 ટકાના દરે ઇન્સટન્ટ લોન આપવા આપવામાં આવી રહી છે. આ  લોનમાં પૈસા ચૂકવવા માટેનો મહત્તમ સમય 10 વર્ષ આપવામાં આવ્યો છે. આ લોનને લેવા માટે અરજકર્તા પાસે એપ્લિકેશન ફોર્મ અને સેંક્શન લેટર, એક વર્ષનું ITR, છેલ્લા 6 મહિનાનું અકાઉન્ટ સ્ટેટમેન્ટ, લાઈટ બિલ, પ્રોપર્ટી માલિકીના ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે.

ADVERTISEMENT

પ્રધાનમંત્રી સુર્ય ઘર મફત વીજળી યોજના માટે સબસિડી 

આ યોજના અંતર્ગત 2થી3 કિલોવોટ ક્ષમતા માટે 40 ટકા એક્સ્ટ્રા સિસ્ટમ કોસ્ટ પર સબસિડી આપવામાં આવે છે. જ્યારે 2 કિલોવોટ કેપેસિટી સુધીની સિસ્ટમ માટે સોલર યુનિટની કિમત 60 ટકા કવર કરવામાં આવે છે. સબસિડી પર 3 કિલોવોટ ક્ષમતાની મર્યાદા છે. વર્તમાન બેન્ચમાર્ક દરોના પ્રમાણે 1 કિલોવોટ સિસ્ટમને 30,000 રૂપિયા, 2 કિલોવોટ સિસ્ટમ માટે 60,000 રૂપિયા અને 3 કિલોવોટ અથવા એનાથી વધારેની સિસ્ટમ માટે 78,000 રૂપિયાની સબસિડી મળશે.

    follow whatsapp

    ADVERTISEMENT