આવતીકાલે રજાના દિવસે ખુલ્લી રહેશે આ બેંકો અને સરકારી ઓફિસો, જુઓ યાદી
Banks And Government Offices Open On 31 March List: આ મહિનાની 31 તારીખે રવિવાર છે. સામાન્ય રીતે આ દિવસે બેંકો બંધ રહે છે પરંતુ આ વખતે એવું નહીં થાય
ADVERTISEMENT
Banks And Government Offices Open On 31 March List: આ મહિનાની 31 તારીખે રવિવાર છે. સામાન્ય રીતે આ દિવસે બેંકો બંધ રહે છે પરંતુ આ વખતે એવું નહીં થાય. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સરકારી કામકાજ સંબંધિત ઓફિસો અને એજન્સી બેંકોની તમામ નિયુક્ત શાખાઓ આ દિવસે ખુલ્લી રહેશે. આરબીઆઈ દ્વારા કરદાતાઓની (Taxpayers)ની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જાણો આ દિવસે કઈ બેંકો અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે?
RTGS રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે
તમને જણાવી દઈએ કે, વર્તમાનમાં ચાલી રહેલું નાણાકીય વર્ષ માર્ચના અંતમાં સમાપ્ત થશે અને નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થશે. આ કારણોસર કરદાતાઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. NEFT અને રિયલ ટાઈમ પેમેન્ટ RTGS દ્વારા 31 માર્ચ, 2024ના રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2024ના રોજ સરકારી ચેકના સેટલમેન્ટ માટે સ્પેશિયલ ક્લિયરિંગ ઓપરેશન ચાલશે.
કઈ-કઈ બેંકો ખુલ્લી રહેશે
- બેંક ઓફ બરોડા (BOB)
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
- HDFC બેંક
- ICICI બેંક
- પંજાબ નેશનલ બેંક
ADVERTISEMENT
વીમા કામગીરી
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા વીમા કંપનીઓને 31 માર્ચના રોજ સામાન્ય કામકાજના કલાકો (Normal Working Hours) દરમિયાન તેમની ઓફિસો ખુલ્લી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ટેક્સ ડિપાર્ટમેન્ટ સેવાઓ
આવકવેરા વિભાગ (Income Tax Department)એ જાહેરાત કરી છે કે દેશભરની તમામ ઈન્કમટેક્સ ઓફિસ 29, 30 અને 31 માર્ચે ખુલ્લી રહેશે. આ કરદાતાઓને વિભાગ સંબંધિત બાકી કામ પૂર્ણ કરવાની અને અંતિમ તારીખ પહેલાં છેલ્લી ઘડીએ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા પૂરી પાડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT