Rules Change From 1 June 2024: 1 કે 2 નહીં 5 નિયમો બદલાશે, બધા કામ પડતાં મૂકીને ફટાફટ જાણી લો
New Rules From 1st June 2024 : આવતા મહિનાની પહેલી તારીખે એટલે કે 1લી જૂનથી લોકોની જરૂરિયાતોને લગતા 5 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.
ADVERTISEMENT
New Rules From 1st June 2024 : આવતા મહિનાની પહેલી તારીખે એટલે કે 1લી જૂનથી લોકોની જરૂરિયાતોને લગતા 5 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારની અસર સામાન્ય માણસ પર જોવા મળશે. સાથે જ તેની અસર ખિસ્સા પર પણ પડશે. 1 જૂનથી 5 ફેરફાર થવા જઈ રહ્યા છે.
LPG સિલિન્ડરની કિંમત બદલાશે
1 જૂનથી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે. વાસ્તવમાં દેશમાં દર મહિનાની પહેલી તારીખે LGP ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે. આ ફેરફાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે અને તે ઘરેલું અને કોમર્શિયલ બંને સિલિન્ડરોને લાગુ પડે છે. જોકે, તે જરૂરી નથી કે કિંમતમાં કોઈ ફેરફાર થાય, પરંતુ કિંમતો અંગે અપડેટ જરૂર આપવામાં આવે છે.
ડ્રાઈવિંગ કેસમાં દંડમાં થશે વધારો
ડ્રાઈવિંગ કરતી વખતે ભૂલો કરવા બદલ વિવિધ પ્રકારના દંડ લાગે છે. જો કોઈ સગીર (18 વર્ષથી ઓછી ઉંમરનો) વાહન ચલાવે છે, તો આ મામલામાં પણ તેને ભારે દંડ ફટકારવામાં આવે છે. આમાં પણ 1લી જૂનથી ફેરફાર થવા જઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેને 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. તો જ્યાં સુધી તે 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ પણ નહીં મળે.
ADVERTISEMENT
પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટમાં પણ થશે ડ્રાઈવિંગ ટેસ્ટ
1 જૂનથી પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટમાં પણ ડ્રાઈવિંગ ટેસ્ટ થઈ શકશે. અત્યાર સુધી આ ટેસ્ટ માત્ર RTO તરફથી જાહેર કરાયેલા સરકારી સેન્ટરમાં જ થતાં હતા. હવે પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટમાં પણ લાઈસન્સ માટે અરજી કરનાર લોકોનો ડ્રાઈવિંગ ટેસ્ટ થશે અને તેમના લાઈસન્સ જાહેર કરાશે. જોકે, આ ટેસ્ટ માત્ર તે જ પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂટમાં થશે, જે આરટીઓ દ્વારા અધિકૃત હશે.
વધારે ઝડપે વાહન ચલાવવા બદલ દંડ વધશે
જો કોઈ વ્યક્તિ વધુ સ્પીડે વાહન ચલાવશે તો તેને હવે વધુ દંડ ફટકારવામાં આવશે. 1 જૂનથી બદલાતા ટ્રાફિકના નિયમોમાં આ નિયમો પણ સામેલ છે. જો કોઈ વ્યક્તિ ફૂલ સ્પીડે વાહન ચલાવે છે તો તેને 1000થી 2000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આટલું જ નહીં લાયસન્સ વગર વાહન ચલાવવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.
ADVERTISEMENT
આધાર કાર્ડના નિયમો બદલાશે
જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ અપડેટ કરાવવા ઈચ્છો છો, તો તમે તેને 14 જૂન સુધી મફતમાં કરાવી શકો છો. જોકે, આ અપડેટ્સ ફક્ત તે વસ્તુઓ સાથે સંબંધિત છે જે ઑનલાઇન કરી શકાય છે. જો તમે આધાર સેન્ટર પર જઈને આધાર અપડેટ કરાવવા ઈચ્છતા હોવ તો અપડેટ દીઠ 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ સિવાય જૂનમાં 13 દિવસની બેંક રજા પણ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT