પેટ્રોલ ડીઝલની કિમતમાં થઈ શકે છે ઘટાડો, આ છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: સતત મોંઘવારીનો માર સહન કરતી જનતા માટે રાહતના સમાચાર સામે આવી શકે છે. પેટ્રોલ અને ડીઝલની કિમતમાં ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. વૈશ્વિક મંદીના સંકેતો વચ્ચે વૈશ્વિક બજારમાં કાચાં તેલના ભાવ તૂટવા લાગ્યો છે. મંદીની અસર ક્રૂડ ઓઇલની ડિમાન્ડ પર અસર થઈ રહી છે. જેના કારણે સોમવારે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડો છેલ્લા કેટલાય મહિનાઓની નીચલી સપાટીએ જોવા મળ્યો છે.

બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ LCOc1 સોમવારે 74 સેન્ટ્સ એટલે કે, 0.80 ટકા ઘટીને 94.18 ડોલર પ્રતિ બેરલ થયું હતું. ફેબ્રુઆરી 2022 પછી ક્રૂડ ઓઇલનું આ સૌથી નીચી સપાટી પર છે. ગયા અઠવાડિયે, કાચા તેલની કિંમતમાં બે વર્ષથી વધુ સમયનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. ગયા સપ્તાહમાં જ ક્રૂડ ઓઈલ 13.7 ટકા સસ્તું થયું છે. એ જ રીતે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ CLc1 આજે 67 સેન્ટ ઘટીને 88.34 ડોલર પ્રતિ બેરલ થયું હતું. ગયા સપ્તાહ દરમિયાન તેની કિંમતમાં 9.7 ટકાનો ઘટાડો થયો હતો.

આ કારણે ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો
વૈશ્વિક બજારમાં ચીન ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદનાર છે. જુલાઈ મહિના દરમિયાન ચીને દરરોજ 8.79 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. આ જૂનના ચાર મહિનાના નીચા સ્તર કરતાં વધુ સારું હોઈ શકે છે, પરંતુ તે એક વર્ષ અગાઉની સરખામણીમાં 9.5 ટકા ઓછું છે. ચીનની રિફાઈનરી કંપનીઓ ઓછા માર્જિનને કારણે આયાતને બદલે તેમના અનામતનો ઉપયોગ કરી રહી છે. જેની અસર માંગ પર જોવા મળી રહી છે. ચીનની ઝીરો કોવિડ પોલિસીના કારણે ક્રૂડ ઓઈલની માંગ પર પણ વિપરીત અસર જોવા મળી રહી છે.

ADVERTISEMENT

બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ANZએ વર્ષ 2022 અને 2023 માટે તેલની માંગની આગાહીમાં સુધારો કર્યો છે. હવે ANZ 2022માં 3 લાખ બેરલ અને 2023માં 5 લાખ બેરલ પ્રતિ દિવસની માંગની અપેક્ષા રાખે છે. બેંક અનુસાર વર્ષ 2022માં તેલની માંગમાં આંશિક રિકવરી થવાની અપેક્ષા છે. પરંતુ આ પછી પણ તે કોરોના મહામારી પહેલાની માંગના સ્તરથી નીછે જ રહ્યું છે. બીજી તરફ રશિયાને તેનો ફાયદો મળી રહ્યો છે. પ્રતિબંધો બાદ પણ રશિયાના ક્રૂડ ઓઈલની માંગ સતત વધી રહી છે.

પેટ્રોલ- ડીઝલના ભાવ 2 મહિનાથી સ્થિર
ભારતમાં છેલ્લા 2 મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિમતમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા 2 મહિના દરમિયાન ક્રૂડ ઓઈલન ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કારણે આશા છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિમતમાં ઘટાડો થાય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT