આતુરતાનો અંતઃ Repo Rate ને લઈને આવી ગયો નિર્ણય... જાણો તમારા લોનની EMI વધી કે ઘટી
RBI Monetary Policy : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની MPC બેઠકના પરિણામો (RBI MPC Meeting Results) આવી ગયા છે.
ADVERTISEMENT
RBI Monetary Policy : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની MPC બેઠકના પરિણામો (RBI MPC Meeting Results) આવી ગયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das)એ સવારે 10 વાગ્યે બજેટ(Budget 2024) પછી પૂર્ણ થયેલી પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે આ વખતે પણ નીતિ દરો (Repo Rate)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMIમાં વધારો કે ઘટાડો થશે નહીં. સતત આઠમી વખત રિઝર્વ બેંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
ગ્લોબલ સંકટ પર વ્યક્ત કરી ચિંતા
શક્તિકાંત દાસે કહ્યું કે, છમાંથી ચાર સભ્યો રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાના પક્ષમાં હતા. રેપો રેટ અંગે જાહેરાત કરવાની સાથે તેમણે ગ્લોબલ સંકટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. MPC મીટિંગમાં SDF 6.25%, MSF 6.75% અને રિવર્સ રેપો રેટ 3.35% પર જાળવવામાં આવ્યો છે. આ સિવાય કેશ રિઝર્વ રેશિયો 4.50% અને SLR 18% પર યથાવત છે. RBIના ગવર્નરે કહ્યું કે અત્યારે ગ્લોબલ પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક છે. કેટલાક દેશોની સેન્ટ્રલ બેંકો વ્યાજદરોમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે. જ્યારે કેટલાક દેશો વધારાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ચાંપતી નજર રાખી રહી છે.
રિયલ GDP ગ્રોથ 7.2 ટકા રહેવાનું અનુમાનઃ શક્તિકાંત દાસ
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025 માટે રિયલ GDP ગ્રોથ 7.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું કે ખાદ્ય મોંઘવારી દરને કાબૂમાં રાખવો એ સેન્ટ્રલ બેંક માટે પ્રથમ પડકાર છે અને તેના પર સંપૂર્ણ ધ્યાન છે. આ માટે કેન્દ્રીય બેંક એ સુનિશ્ચિત કરવા પર નજર રાખી રહી છે કે અર્થવ્યવસ્થા સતત આગળ વધે.
ADVERTISEMENT
8 ફેબ્રુઆરી 2023એ થયો હતો ફેરફાર
ભારતમાં મોંઘવારી દર (Inflation Rate) હજુ પણ RBI દ્વારા નિર્ધારિત 2-6%ની રેન્જમાં છે. જૂનમાં છૂટક મોંઘવારી દર 5.08 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ હતો. જ્યાં સુધી છૂટક મોંઘવારી દરમાં ઘટાડો ન થાય ત્યાં સુધી રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને તેને વધારીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી આરબીઆઈએ સતત 7 વખત તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. નોંધનીય છે કે રિઝર્વ બેંકે છેલ્લે 8 ફેબ્રુઆરી 2023ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.
રેપો રેટ એટલું શું?
રેપો રેટ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેંકોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેંકોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચુકવવું પડે અને જો આ દર વધે તો બેંકોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચુકવવો પડે.
ADVERTISEMENT
રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMI પર વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેંક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેંક પર આધારિત હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT