મોદી સરકાર માટે સૌથી સારા સમાચાર: ચોથા ક્વાર્ટરમાં GDP 6.1% એ પહોંચ્યો
GDP Data : નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 7.2 ટકાના દરે વધ્યો છે. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ચોથા ક્વાર્ટરમાં જીડીપીની ગતિ…
ADVERTISEMENT
GDP Data : નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 7.2 ટકાના દરે વધ્યો છે. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ચોથા ક્વાર્ટરમાં જીડીપીની ગતિ ગત્ત ક્વાર્ટરની તુલનાએ વધુ ઝડપી રહી છે. જાન્યુઆરી-માર્ચ 2023માં ભારતમાં આ 6.1 ટકા નોંધાયું છે. સરકારે જીડીપીના આંકડા જાહેર કર્યા છે. સરકારી ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 7.2 ટકાના દરે વૃદ્ધિ પામ્યો છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22માં 9.1 ટકા હતો. નવા આંકડા આરબીઆઈના અંદાજ મુજબ છે.
ગવર્નરે 7 ટકાનું અનુમાન વ્યક્ત કર્યું હતું
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તે 7 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. ચોથું ક્વાર્ટર પણ અંદાજ કરતાં સારું છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના છેલ્લા અથવા ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ પાછલા ક્વાર્ટર કરતાં વધુ રહ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023માં ભારતનો જીડીપી ગ્રોથ 6.1 ટકા રહ્યો છે. આર્થિક મોરચે સરકાર માટે આ સારા સમાચાર છે. જીડીપીના જે આંકડા બહાર આવ્યા છે તે વિશ્લેષકોના અનુમાન કરતા સારા છે. ઘણા અહેવાલોમાં, તે 4.9 થી 5.5 હોવાનો અંદાજ હતો. RBI ગવર્નરે એક મોટી વાત કહી હતી ગયા અઠવાડિયે, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પણ જીડીપી વૃદ્ધિને લઈને પોતાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7 ટકાથી વધુ નોંધવામાં આવે તો આપણને જરા પણ આશ્ચર્ય ન થવું જોઈએ. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા અનુસાર, એવી દરેક સંભાવના છે કે છેલ્લા નાણાકીય વર્ષનો જીડીપી વૃદ્ધિ દર અનુમાન કરતા વધારે હોઈ શકે છે.
જીડીપી શું છે?
જીડીપીના આંકડા કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા છે. વાસ્તવમાં, તેઓ દેશની અર્થવ્યવસ્થાનું સંપૂર્ણ ચિત્ર દર્શાવે છે. જીડીપીના બે પ્રકાર છે, પ્રથમ વાસ્તવિક જીડીપી અને નોનિમલ જીડીપી. વાસ્તવિક જીડીપીમાં માલ અને સેવાઓના મૂલ્યની ગણતરી પાયાના વર્ષના મૂલ્ય અથવા સ્થિર કિંમત પર કરવામાં આવે છે. જીડીપીના આંકડા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવે છે. આ રાજકોષીય ખાધ રહી, જીડીપીના આંકડા સાથે રાજકોષીય ખાધના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગત્ત વર્ષે આ સમયે જીડીપી 6.4 ટકા હતો
કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ ગયા નાણાકીય વર્ષ 2022-23માં કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના 6.4 ટકા હતી. નાણા મંત્રાલયના સંશોધિત અંદાજમાં પણ રાજકોષીય ખાધ યથાવત રહેવાનો લક્ષ્યાંક હતો. બુધવારે જાહેર કરાયેલા સરકારી આંકડાઓમાંથી આ માહિતી મળી છે. 2022-23 માટે કેન્દ્ર સરકારના મહેસૂલ-ખર્ચના ડેટા જાહેર કરતા, કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) એ જણાવ્યું હતું કે મૂલ્યની દ્રષ્ટિએ રાજકોષીય ખાધ રૂ. 17,33,131 કરોડ (કામચલાઉ) રહી છે. સરકાર તેની રાજકોષીય ખાધને પૂર્ણ કરવા બજારમાંથી ઉધાર લે છે.
ADVERTISEMENT