આ ગ્રોસરી ચેઈન ખરીદવા માટે લાઈનમાં ઉભા છે ટાટા, અંબાણી અને દમાણી! જાણો શું છે તેમાં ખાસ

ADVERTISEMENT

Godfrey Phillips
આ ગ્રોસરી ચેઈન ખરીદવા અનેક દિગ્ગજો લાઈનમાં!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

રિટેલ ગ્રોસરી ચેઈન 24Seven વેચવાની તૈયારી

point

ગોડફ્રે ફિલિપ્સે અનેક દિગ્ગજ કંપની સાથે કરી વાત

point

ખોટમાં ચાલી રહી છે 24સેવન ચેઈનમાં

કે.કે. મોદી ગ્રુપની ઈન્વેસ્ટમેન્ટ કંપની ગોડફ્રે ફિલિપ્સ (Godfrey Phillips) તેની રિટેલ ગ્રોસરી ચેઈન 24Seven વેચવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માટે તે ટાટા ટ્રેન્ટ, રિલાયન્સ રિટેલ અને એવન્યુ સુપરમાર્કેટ સાથે વાતચીત કરી રહી છે. ગોડફ્રે ફિલિપ્સ ઈન્ડિયાએ 12 એપ્રિલના રોજ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તે ખોટમાં ચાલી રહેલી 24સેવન( 24Seven) ચેઈનમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહી છે. કંપનીના રિટેલ બિઝનેસ ડિવિઝનની વિસ્તૃત સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક સૂત્રએ જણાવ્યું કે ગોડફ્રે ફિલિપ્સની વિવિધ કંપનીઓની સાથે વાતચીત ચાલી રહી છે અને તે વેલ્યુએશન પર નિર્ભર રહેશે.

24Sevenના છે 145 સ્ટોર્સ

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી ગ્રુપની લીડરશિપે અત્યાર સુધીમાં આ વિશે એવા ગ્રુપ્સની સાથે વાતચીત કરી છે, જેમની વચ્ચે સ્પષ્ટ સંકલન છે. વાટાઘાટો વિવિધ તબક્કામાં છે. 24Seven દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR), પંજાબ અને હૈદરાબાદમાં અંદાજે 145 સ્ટોર્સ ઓપરેટ કરે છે. વર્ષ 2005માં શરૂ કરાયેલા આ ચેઈનના સ્ટોર્સમાં કરિયાણા, સ્ટેપલ્સ, નાસ્તા, ઠંડા પીણાં, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને મોદી ગ્રુપની પોતાની બ્યુટી બ્રાન્ડ કલરબારની પ્રોડક્ટ્સ મળે છે. સાથે જ કેટલાક મોટા ફોર્મેટ સ્ટોર્સ પર રેડી-ટુ-ઈટ કાઉન્ટર પણ છે. સૂત્રોએ જણાવ્યું કે, 'ગ્રોસરી રિટેલ સેક્ટરમાં ઘણી તેજી જોવા મળી રહી છે અને નુકસાન છતાં 24Seven ફોર્મેટનું વિસ્તરણ સંભવ છે.'

કોણ-કોણ છે રેસમાં?

એક અન્ય સૂત્રએ કહ્યું કે, ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડ ગ્રોસરી ચેઈન સ્ટાર બજારને ઓપરેટ કરે છે. પરંતુ ગ્રોસરીના તેના કેટલાક રિટેલ બિઝનેસમાં નાનો હિસ્સો છે. 24સેવન આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ટ્રેન્ટની અન્ય રિટેલ ચેઈન્સમાં વેસ્ટસાઈડ અને જુડિયોએ સ્ટાર બજારની તુલનામાં ખૂબ જ તેજીથી વિસ્તરણ કર્યું છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ટેક્સાસની કંપની 7-Eleven બ્રાન્ડની સાથે પાર્ટનરશિપ છે. કંપની લગભગ 50 સ્ટોર ઓપરેટ કરે છે. તેની શરૂઆત 2021માં થઈ હતી. એક સૂત્રએ કહ્યું કે જો રિલાયન્સ 24Seven ખરીદે છે, તો તે તેના કનવીનિએન્ટ સ્ટોર ચેઈનને આમાં મર્જ કરી શકે છે. બંને ફોર્મેટ એક જ પ્રકારના છે. એવી જ રીતે ડીમાર્ટ ચલાવતી કંપની એવન્યુ સુપરમાર્ટ્સની પણ 24સેવન પર નજર છે. તેનોનો બિઝનેસ મુખ્યત્વે કરિયાણા પર કેન્દ્રિત છે અને તે આ સેગમેન્ટમાં ઝડપથી વૃદ્ધિ કરવા માંગે છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT