સુહેલ સમીરે Bharat-Peના CEO પદેથી રાજીનામું આપ્યું, CFO નલિન નેગી વચગાળાના CEO તરીકે નિયુક્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ BharatPeના CEO સુહેલ સમીરે પોતાનું પદ છોડી દીધું છે. કંપનીએ આ અંગે માહિતી આપી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે સહ-સ્થાપક અશ્નીર ગ્રોવરની હકાલપટ્ટી બાદથી સમીર કંપનીની કામગીરીની દેખરેખ કરી રહ્યો છે અને હવે તે પદ છોડવા માટે તૈયાર છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સમીર હવે લીડરશીપ પોઝિશન્સમાં મોટા ફેરફાર વચ્ચે ચીફ સ્ટ્રેટેજી ઓફિસરની ભૂમિકા સંભાળશે. BharatPeએ આજે ​​જાહેરાત કરી છે કે સુહેલ સમીર 7 જાન્યુઆરી, 2023થી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરથી વ્યૂહાત્મક સલાહકાર બનશે. તેમના નિવેદન અનુસાર, કંપનીના વર્તમાન CFO નલિન નેગીને વરિષ્ઠ અધિકારીઓ સાથે ભાગીદારી કરવા માટે વચગાળાના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

BharatPeએ પણ જાહેર કર્યું કે કંપનીએ ઉત્તરાધિકારના આયોજનમાં મદદ કરવા અને કંપની માટે નવા CEOની ઓળખ કરવામાં મદદ કરવા માટે “એક્ઝિક્યુટિવ સર્ચ ફર્મ” હાયર કરી છે.

ADVERTISEMENT

BharatPe બોર્ડના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે તેઓ સમીરના તેમના “જબરદસ્ત યોગદાન” માટે અને કંપનીને વિવિધ પડકારોને પહોંચી વળવામાં મદદ કરવા બદલ આભારી છે. ભારતપેને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે તેવા નેતા શોધવા માટે સમય અને સંસાધનો ફાળવવાની જરૂરિયાતને અમે ઓળખીએ છીએ અને અમે સુહેલ અને નલિનની પ્રતિબદ્ધતા માટે આભારી છીએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમે વચગાળાના સીઈઓ તરીકે નલિન નેગીની ભૂમિકાની રાહ જોઈ રહ્યા છીએ. અમે વિશ્વ સ્તરીય નાણાકીય ઉત્પાદનોની શ્રેણી સાથે લાખો MSMEને સશક્ત કરવાના અમારા મિશનમાં આગળ વધીએ છીએ.

ADVERTISEMENT

નેગી ઓગસ્ટ 2022માં BharatPeમાં જોડાયા હતા. આ પહેલા તેઓ લગભગ 10 વર્ષ સુધી SBI કાર્ડ્સમાં ચીફ ફાયનાન્સિયલ ઓફિસર હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT