શેરબજારમાં ફરી એકવાર 'તેજી' નો ખેલ શરૂ, ત્રણ દિવસના ઘટાડા બાદ આ 10 શેર ચમક્યા

ADVERTISEMENT

Stock Market Update
Stock Market Update
social share
google news

Stock Market Update: આજે શેરબજારમાં છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ 920.66 પોઈન્ટના ઉછાળા સાથે 79,513.73 પર ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 282.00 પોઈન્ટના ઉછાળા સાથે 24,274.50 પર ખુલી હતો. અગાઉ મંગળવારે બજારે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લા ટ્રેડિંગ કલાકમાં આ ઉછાળો અચાનક ઘટાડામાં ફેરવાઈ ગયો.

BSE ના લીલા નિશાન પર ખૂલ્યું

મંગળવારના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શરૂઆતના કારોબારમાં શાનદાર ઉછાળા પછી, શેરબજારમાં અચાનક ફરીથી ધરખમ ઘટાડો જોવા મળ્યો. ખરાબ રીતે ઘટ્યા બાદ સેન્સેક્સ 166.33 પોઈન્ટ ઘટીને 78,593 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 63 પોઈન્ટ ઘટીને 23,992ના સ્તરે બંધ થયો હતો. બુધવારે શેરબજારમાં કારોબારની શરૂઆતમાં BSEના તમામ 30 શેર મજબૂત ઉછાળા સાથે લીલા નિશાન પર ખુલ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાથી લઈને ટાટા સ્ટીલ સુધીના શેરો રોકેટની ગતિ જોવા મળ્યા.

આ 10 શેરમાં જોવા મળી તેજી

શેરબજારમાં ઉછાળા વચ્ચે, બુધવારે સૌથી વધુ ઉછાળો જોવાયો હતો તેવા 10 શેરોમાં, M&M શેર 2.23%, Infy 2.19%, HCL Tech 2% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય અદાણી પોર્ટના શેરમાં 1.55% અને ટાટા સ્ટીલમાં પણ 1.50%નો વધારો જોવા મળ્યો હતો. મિડકેપ કંપનીઓમાં ઓઈલ ઈન્ડિયા શેર 6.89%, લ્યુપિન શેર 4.30% ઉછળ્યો. સ્મોલ કેપ કંપનીઓના શેરની વાત કરીએ તો, મુફ્તી શેર 10.25%ના મજબૂત ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, SPAL શેર 8.96% અને IFB ઈન્ડિયા શેર 7.57%ના મજબૂત વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

ADVERTISEMENT

IT થી લઈને બેંકિંગના શેરો દોડ્યા

જ્યારે સવારે 9.15 વાગ્યે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે લગભગ 1850 શેર જબરદસ્ત વૃદ્ધિ સાથે ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા, તેનાથી વિપરીત 231 કંપનીઓના શેર એવા હતા કે તેઓ ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. 88 શેરના સ્ટેટસમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. આ સમયગાળા દરમિયાન રિયલ્ટી, ઓટો, આઈટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT