RK Swamy IPO: આ કંપનીનો IPO તો ડેબ્યૂમાં જ ફ્લોપ, શેરબજારમાં થયું ડિસ્કાઉન્ટ રેટ પર લિસ્ટિંગ

ADVERTISEMENT

RK Swamy IPO અંદાજે 26 ગણો ભરાયો
RK Swamy IPO listing today
social share
google news

RK Swamy IPO listing today: છેલ્લા બે અઠવાડિયામાં ઘણી બધી કંપનીના IPO બહાર પડ્યા છે. એવામાં કેટલાક IPO એ લિસ્ટિંગ થયા બાદ રોકાણકારોને ખુશખુશાલ કરી દીધા છે તો કેટલા IPO એ રોકાણકારોને રડાવી દીધા છે. એવો જ એક  IPO જેનું આજે શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર BSE અને NSE પર ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા છે. આવી સ્થિતિમાં RK સ્વામીના રોકાણકારોને ફાયદાની જગ્યાએ નુકશાન થયું છે. આ શેર BSE પર 12.50 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 252 રૂપિયા પર લિસ્ટ થયો હતો અને  NSE પર 250 રૂપિયાના ભવે લિસ્ટ થયો હતો. 

RK Swamy IPO અંદાજે 26 ગણો ભરાયો 

જો આ IPO ના ઈશ્યુ પ્રાઈસની વાત કરવામાં આવે તો શેર દીઠ 288 રૂપિયા હતી. RK સ્વામીનો IPO અંદાજે 26 ગણો ભરાયા બાદ છેલ્લા દિવસે આ ઈશ્યુ બંધ થયો હતો. લગભગ 50 વર્ષ જૂની કંપનીએ 423 કરોડ રૂપિયા એકત્ર કરવા IPO લોન્ચ કર્યો હતો.

ક્લાયન્ટ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે 

RK સ્વામી કંપનીની સ્થાપના 50 વર્ષ પહેલા વર્ષ 1973 માં થઈ હતી. આ કંપની  મીડિયા, ડેટા એનાલિટિક્સ અને બજાર સંશોધન સર્વિસિસ માટે સિંગલ વિન્ડો સોલ્યુશન્સ જેવી સેવાઓ પ્રદાન કરે છે. કંપનીનું ધ્યાન BFSI, ઓટોમોટિવ, FMCG અને કન્ઝ્યુમર રિટેલ ઈન્ડસ્ટ્રીઝ પર છે. તેના ક્લાયન્ટ લિસ્ટમાં ડો. રેડ્ડીઝ, HPCL, એમએન્ડએમ, ONGC, અલ્ટ્રાટેક, શ્રીરામ ફાઇનાન્સ, ABSL AMC અને હેવેલ્સ જેવા મોટા નામો સામેલ છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT