Stock Market: રેપો રેટની જાહેરાત બાદ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ-નિફ્ટી વેરવિખેર
Stock Market Today: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોદી 3.0 ના પ્રથમ બજેટની રજૂઆત પછી તેની પ્રથમ MPC મીટિંગના પરિણામો જાહેર થયા અને તેની સાથે જ ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો
ADVERTISEMENT
Stock Market Today: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોદી 3.0 ના પ્રથમ બજેટની રજૂઆત પછી તેની પ્રથમ MPC મીટિંગના પરિણામો જાહેર થયા અને તેની સાથે જ ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો. ગુરુવારે RBI એમપીસીના પરિણામો પહેલા જ સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. પરંતુ જેમ જ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સતત આઠમી વખત રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય કર્યો, ત્યારે બજારમાં વધુ ઘટાડો નોંધાયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 500 પોઈન્ટ, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 150 પોઈન્ટ લપસ્યો હતો.
RBIની જાહેરાત બાદ સેન્સેક્સ-નિફ્ટી વેરવિખેર
ગુરુવારે, સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે, BSE સેન્સેક્સે તેના પાછલા બંધ 79,468.01 ની તુલનામાં ઘટાડા સાથે 79,420.49 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું અને જ્યારે RBI MPC પરિણામો જાહેર થયા, સમાચાર લખ્યા ત્યાં સુધી, તે 79,420.49 ના સ્તરે હતું. સવારે 10.10 વાગ્યે 509.69 પોઈન્ટ અથવા તે 0.64 ટકા ઘટીને 78,958.32ના સ્તરે આવી ગયો હતો. સેન્સેક્સની જેમ એનએસઈ નિફ્ટી પણ થોડા સમયમાં વિખરાઈ ગઈ. તે 148.50 પોઈન્ટના ઘટાડા બાદ 24,149.45ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી.
આ 10 શેરોમાં મોટો ઘટાડો
શેરબજારમાં અચાનક આવેલા ઘટાડા વચ્ચે જે શેર સૌથી વધુ તૂટ્યા હતા. તેમાંથી, લાર્જ કેપ કંપનીઓમાં Infy શેર 2.01%, પાવરગ્રીડ શેર 1.90%, L&T શેર 1.50%, જ્યારે ABFRL શેર 2.93%, PEL શેર 2.58% અને પોલિસી બજાર શેર 2.50% ઘટ્યો. સ્મોલકેપ કંપનીઓમાં, ફ્યુઝન શેર 8.75%, SPAL શેર 6.76%, Omaxe શેર 5% અને લેમનટ્રી શેર 4.70% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
ADVERTISEMENT
બુધવારે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો
બુધવારે અગાઉના કારોબારી દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ સવારે 9.15 કલાકે 79,565.40 ના સ્તરે ખુલ્યો હતો અને દિવસના કારોબાર દરમિયાન તે 1000 પોઈન્ટથી વધુ ઉછળીને 79,639.20 ના દિવસના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જોકે, બજાર બંધ થતાં આ ગતિ ધીમી પડી હતી, પરંતુ તેમ છતાં સેન્સેક્સ 874.94 પોઈન્ટ્સ અથવા 1.11 ટકાના વધારા સાથે 79,468.01 પર બંધ થયો હતો. બીજી તરફ, NSE નિફ્ટી પણ રોકેટની ઝડપે ચાલીને 24,289.40 પર ટ્રેડિંગ શરૂ કરીને 24,337.70ના સ્તરે પહોંચી ગયો હતો. જોકે, શેરબજારમાં કારોબારના અંતે નિફ્ટી-50 304.95 પોઈન્ટ અથવા 1.27 ટકાના ઉછાળા સાથે 24,297.50ના સ્તરે બંધ થઈ હતી.
(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
ADVERTISEMENT
ADVERTISEMENT