Closing Bell: સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો
નવી દિલ્હી: 8 દિવસની તેજી બાદ શેરબજારમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું અને અંતે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ઘટાડો…
ADVERTISEMENT
નવી દિલ્હી: 8 દિવસની તેજી બાદ શેરબજારમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું અને અંતે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિયલ્ટી, બેન્ક અને એફએમસીજી શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે આઈટી શેરોમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ ઓટો, ફાર્મા શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 651.85 પોઈન્ટ્સ એટલે કે 1.08 ટકાના ઘટાડા સાથે 59,646.15 ની સપાટી પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 229.30 પોઈન્ટ એટલે કે, 1.28 ટકાના ઘટાડા સાથે 17,727.20ની સપાટી પર બંધ રહ્યો હતો.
અગાઉના ટ્રેડિંગ સેશનમાં, ગુરુવારે, 30 શેરો ધરાવતો સેન્સેક્સ શરૂઆતના વેપારમાં નબળો ખુલ્યો હતો પરંતુ અંતે 37.87 પોઈન્ટ્સ એટલે કે 0.06 ટકાના વધારા સાથે 60,298ની સપાટીએ બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 12.25 પોઈન્ટ એટલે કે, 0.07 ટકાના વધારા સાથે 17,956.50ની સપાટી પર બંધ થયો હતો.
માર્કેટમાં એક આઈટી સેક્ટરને બાદ કરતાં તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ઘટાડા સાથે બંધ થયા હતા. બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સિવાય મીડિયા સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ જોરદાર પ્રોફિટ માર્જિન જોવા મળ્યું હતું. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 6 શેર જ લીલા બંધ થયા હતા, જ્યારે 44 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 3 શેર લીલા નિશાનમાં અને 27 લાલ નિશાનમાં બંધ થયા છે. BSEમાં 3528 શેરો પૈકી 1978 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા, જ્યારે 1424 શેર ઉછળ્યા હતા. 126 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT