Stock Market: GDPના આંકડા રજૂ થયા બાદ શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સમાં 1164 પોઈન્ટનો ઉછાળો

Gujarat Tak

ADVERTISEMENT

સેન્સેક્સ અને નિફટી નવા રેકોર્ડ સ્તરે
Stock Market At Record High
social share
google news

Stock Market At Record High: આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. સેન્સેક્સે 73,819ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી તો નિફ્ટીએ પણ 22,353ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.  બેન્ક નિફ્ટી ઇન્ટ્રા-ડે 47,000ને પાર કરી ગયો છે.

સેન્સેક્સ અને નિફટી નવા રેકોર્ડ સ્તરે

સેન્સેક્સ 1250 પોઈન્ટથી વધુના વધારા સાથે 73,750 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટીએ 22,312.65ના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો છે અને પ્રથમ વખત નિફ્ટી 22,300ની ઉપર ગયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં વધારો અને 3માં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઉછાળો ઓઈલ-ગૅસ, બેન્કિંગ અને ઓટો શેરોમાં જોવા મળ્યો હતો.

BSE ના આટલા શેર પર લાગી અપર સર્કિટ

BSE પર 3858 શેરનું ટ્રેડિંગ થઇ રહ્યું છે, જેમાં 2494 શેર લીલા માર્ક પર છે તો બીજી તરફ 1235 શેર લાલ નિશાન સાથે ટ્રેડ થઇ રહ્યા છે.  BSE પર, 302 શેર અપર સર્કિટ પર ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ટાટા સ્ટીલની બજારમાં બોલબાલા

જો બંને  સૂચકાંકો પર  ટોચના લાભકર્તાની વાત કરવામાં આવે તો તે ટાટા સ્ટીલ છે.  જે  BSE સેન્સેક્સ 5.36 ટકાના વધારા સાથે અને NSE નિફ્ટી 5.50 ટકાના વધારા સાથે ટ્રેડ થઇ રહ્યો છે. 

BSE સેન્સેક્સનો હાલ 

BSE સેન્સેક્સના 30માંથી 26 શેરો લીલા નિશાન સાથે અને ચાર શેરોમાં લાલ નિશાન સાથે ટ્રેડ થઇ રહ્યા છે. સેન્સેક્સના 26 શેરોમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ અને ટાઇટનના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. JSW સ્ટીલનું માર્કેટ કેપ રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT