સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી, સેન્સેક્સમાં 465 પોઈન્ટનો ઉછાળો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી. આજે કારોબારી સપ્તાહનો પ્રથમ દિવસ છે અને આજે શેરબજારમાં સારી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી 12 એપ્રિલ પછી પ્રથમ વખત 17,500ની સપાટી ઉપર બંધ થયો હતો. શેર બઝારમાં તેજીના માહોલ વચ્ચે આજે બીએસઇના આઇટી અને ઓઇલ-ગેસ સેક્ટર સિવાય તમામ સેક્ટરમાં તેજીની અસર જોવા મળી હતી.

ક્લોઝિંગ બેલ
બહરતીય શેર બજારમાં મેટલ, એનર્જી, ઓટો શેરોમાં તેજી જોવા મળી હતી.પહેલા દિવાસના કારોબારના અંતે સેન્સેક્સ 465.14 પોઈન્ટ એટલેકે 0.80 ટકાના વધારા સાથે 58,853.07ની સપાટી પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 127.60 પોઈન્ટ એટલેકે 0.73 ટકાના વધારા સાથે 17,525.10ની સપાટી પર બંધ થયો હતો.

સપ્તાહના પ્રથમ દિવસે bajaj Finserv, coal india, Hindalco Industries અને એચડીએફસી બૅંકના શેરમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે BPCL, SBI, Nestle India, અને britannia Industriesના શેરમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સપ્તાહના અંતિમ દિવસે એટલેકે શુક્રવારે દિવસ ભર ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 89.13 પોઈન્ટ એટલેકે 0.15 ટકાના વધારા સાથે 58,387.93ની સપાટી પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 15.50 પોઈન્ટ એટલેકે 0.09 ટકાના મામૂલી વધારા સાથે 17,397.50ની સપાટી પર બંધ થયો હતો.

ADVERTISEMENT

ડોલર સામે રૂપિયાની સ્થિતિ
આજના દિવસના કારોબારની શરૂઆતમાં જ રૂપીયો 22 પૈસા તૂટયો હતો અને 79.46 ની સપાટીએ પહોંચ્યો હતો. શુક્રવારે અમેરિકી ડોલર સામે રૂપિયો 16 પૈસા મજબૂત થયો હતો.

સોના ચાંદીની કિમત
બુલિયન માર્કેટમાં આજે, સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો વાયદો 2 ટકા વધીને 1,793,20 ડોલર થયો હતો. ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદીમાં વધારો જોવા મળ્યો હતો. મજબૂત માંગ વચ્ચે રોકાણકારો ઉત્સાહી રહ્યા હતા. બપોરે 12.45 વાગ્યાની આસપાસ, MCX પર સોનું ફ્યુચર રૂ. 91 એટલેકે 0.18 ટકાના વધારા સાથે રૂ. 51,965 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. તેની સરેરાશ કિંમત 51,909 નોંધાઈ હતી. સોનાની કિમત 51,874 પર આજનો કારોબાર સમાપ્ત કર્યો હતો. જ્યારે ચાંદીની કિમત 404 રૂપિયા એટલેકે 0.7 % વધી 57,768 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી જ્યારે ચાંદીએ 57,364 રૂપિયાએ આજનો કારોબાર સામાપ્ત કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT