Stock Market: શેરબજાર માટે 'મંગળ'વાર, બધા રેકોર્ડ તોડી સેન્સેક્સ 78 હજારને પાર, આજના 'હીરો' આ 10 શેર

ADVERTISEMENT

Stock Market
Stock Market
social share
google news

Sensex-Nifty New Record: ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ શુભ સાબિત થયો અને ફરી એકવાર બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક તરફ સેન્સેક્સ પ્રથમ વખત 78000ને પાર કરી ગયો, તો બીજી તરફ નિફ્ટી-50 એ ઈતિહાસ રચીને 23754ની નવી ટોચને સ્પર્શી છે. આ સમયગાળા દરમિયાન, એવા 10 શેરો હતા જેમાં તોફાની ઉછાળાને કારણે બજારને સપોર્ટ મળ્યો હતો.

બજાર બંધ થતાં પહેલાં સેન્સેક્સ બન્યો રેકોર્ડબ્રેકર

સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારે લીલા નિશાન પર કારોબાર શરૂ કર્યો હતો અને દિવસભર ઉતાર-ચઢાવનું વાતાવરણ રહ્યું હતું. પરંતુ છેલ્લા કામકાજના છેલ્લા કલાકોમાં BSE સેન્સેક્સ રોકેટની ઝડપે દોડતો જોવા મળ્યો હતો અને 750 પોઈન્ટથી વધુ કૂદકો મારીને 78,000ની સપાટી વટાવી ગયો હતો. દિવસના કામકાજ દરમિયાન સેન્સેક્સ 78,164.71ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ 77,529.19ના સ્તરે શરૂ થયો હતો અને અંતે 712.45 પોઇન્ટના વધારા સાથે 78,053.52ના સ્તરે બંધ થયો હતો.

Explainer: ટેકનોલોજીની દુનિયામાં "ChatGPT-4o" નો કમાલ, શિક્ષકોની નોકરી સંકટમાં! ગૂગલનું પણ વધ્યું ટેન્શન

નિફ્ટી ઓલ ટાઈમ હાઈ

સેન્સેક્સની જેમ NSE નો નિફ્ટી ઈન્ડેક્સ પણ ઝડપથી વધતો જોવા મળ્યો અને નવી ઊંચાઈને સ્પર્શ્યો હતો. નિફ્ટી-50 23,577.10ના સ્તરે ખૂલ્યો હતો અને ત્યારપછી સેન્સેક્સ સાથે બજાર બંધ થતાં પહેલાં જ 200 પોઈન્ટના ઉછાળા સાથે 23,754.15ના સ્તરને સ્પર્શ્યો હતો. જોકે. અંતે તે 183.45 પોઈન્ટના વધારા સાથે 23,721.30ના સ્તરે બંધ થયો હતો.

ADVERTISEMENT

બેન્કિંગ શેર ચમક્યા

મંગળવારે બજારના હીરો એવા 10 શેરોની વાત કરીએ તો, બેન્કિંગ શેરોમાં લીડ જોવા મળી હતી. લાર્જ કેપ કંપનીઓમાં, એક્સિક્સ બેંકનો શેર 3.40 ટકા વધીને રૂ. 1269.90 પર, ICICI બેન્કનો શેર રૂ. 2.48 ટકાના વધારા સાથે રૂ. 1199.05 પર અને HDFC બેન્કનો શેર 2.32 ટકા વધીને રૂ. 1710.90 પર બંધ થયો હતો. મિડકેપ કંપનીઓમાં સૌથી વધુ યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિનો શેર 5.01 ટકા વધીને રૂ. 1529.90 પર બંધ થયો. આ સિવાય શ્રી રામ ફાઇનાન્સ શેર 3.90 ટકા વધીને બંધ રહ્યો હતો. જો આપણે સ્મોલ કેપ કંપનીઓ વિશે વાત કરીએ, તો આ કેટેગરીમાં સૌથી મોટો ઉછાળો ARE&M શેરમાં હતો અને તે 19.40 ટકા ઉછળ્યો હતો. આ સિવાય પીજીઆઈએલ શેર (15.80%), ક્રાફ્ટ્સમેન શેર (13.38%) અને GRSE શેર 11.14%ના મજબૂત વધારા સાથે બંધ થયા છે.

(નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT