…તો શું દેશમાં આ કંપનીના ફોન પર લાગશે પ્રતિબંધ? સરકાર ભરી શકે છે આ મોટું પગલું
Retailers Upset with POCO : શાઓમી (Xiaomi)ની સબ બ્રાન્ડ POCOથી સાઉથ ઈન્ડિયન ઓર્ગેનાઈઝ્ડ રિટેલર્સ એસોસિએશન (ORA) નારાજ છે. તેમની નારાજગીનું કારણ ભારતમાં કંપનીનું બિઝનેસ મોડલ છે.
ADVERTISEMENT
Retailers Upset with POCO : શાઓમી (Xiaomi)ની સબ બ્રાન્ડ POCOથી સાઉથ ઈન્ડિયન ઓર્ગેનાઈઝ્ડ રિટેલર્સ એસોસિએશન (ORA) નારાજ છે. તેમની નારાજગીનું કારણ ભારતમાં કંપનીનું બિઝનેસ મોડલ છે. સાઉથ ઈન્ડિયન ઓર્ગેનાઈઝ્ડ રિટેલર્સ એસોસિએશનનું કહેવું છે કે, કંપની ભારતમાં જે બિઝનેસ મોડલનો ઉપયોગ કરી રહી છે તે ગેરકાયદેસર છે. તેનાથી માત્ર યુઝર્સને જ નહીં પરંતુ દેશની રેવન્યુને પણ નુકસાન થઈ રહ્યું છે. સાઉથ ઈન્ડિયન ઓર્ગેનાઈઝ્ડ રિટેલર્સ એસોસિએશન આ વખતે સામાન્ય ચૂંટણી પછી કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવશે. જો સરકાર POCO વિરૂદ્ધ કાર્યવાહી કરે છે, તો શક્ય છે કે કંપની પર પ્રતિબંધ લાદવામાં આવે અને તેના ફોન ભારતમાં વેચાતા બંધ થઈ જાય.
આવું છે કંપનીનું બિઝનેસ મોડલ
ORAએ કહ્યું છે કે, POCO કંપની સ્માર્ટફોનની સપ્લાયમાં ઘટાડો કરી રહી છે. સાથે જ તે કોઈપણ ગ્રાહક અનુભવ વિના ગેરકાયદેસર ચેનલો દ્વારા તેને લોકો સુધી પહોંચાડી રહી છે. આ ઉપરાંત ORAએ કંપની પર એવો પણ આરોપ લગાવ્યો છે કે કંપની ભારતમાં રોજગારને પ્રોત્સાહન આપી રહી નથી. ORA અનુસાર, સેમસંગ, Vivo અને Oppo જેવી અન્ય બ્રાન્ડ્સની સરખામણીમાં POCO પાસે દેશમાં માત્ર ત્રણ જ ડિસ્ટ્રિબ્યુટર છે. આશ્ચર્યની વાત એ છે કે POCO પાસે દેશમાં કોઈ પણ સેલ્સ પ્રમોટર નથી.
સરકારી આવકમાં નુકસાન
ORA અનુસાર, POCOના આ બિઝનેસ મોડલથી માત્ર સેલ્સ ચેનલને જ નુકસાન નથી થઈ રહ્યું પરંતુ સરકારને રેવન્યુ પણ નથી મળી રહી, જેનાથી દેશની આર્થિક વ્યવસ્થા પર અસર થઈ રહી છે. ORAએ કહ્યું છે કે તે દેશમાં એવી કોઈપણ બ્રાન્ડને બિઝનેસ કરવાની મંજૂરી આપી શકે નહીં જે ગેરકાયદેસર રીતે બિઝનેસ કરી રહી હોય અને દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન ન આપી રહી હોય.
ADVERTISEMENT
ચૂંટણી પછી ફરિયાદ
ORAએ કહ્યું કે તેઓએ આ મુદ્દો ઘણી વખત કંપની સાથે ઉઠાવ્યો હતો, પરંતુ કંપની તરફથી કોઈ જવાબ આવ્યો નથી. એટલું જ નહીં, કંપનીએ કોઈ પગલાં પણ નથી લીધા. એસોસિએશને કહ્યું છે કે, તે આ મામલો લોકસભાની ચૂંટણી પછી સરકાર સમક્ષ મૂકશે અને સરકાર પાસે કંપનીનું ટ્રેડ લાઈસન્સ રદ કરવાની માંગ કરશે. હાલમાં ORA CCI (Competition Commission of India)માં કેસ દાખલ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે.
…તો શું ભારતમાં POCO પર પ્રતિબંધ મૂકવામાં આવશે?
જો સરકાર ORAની ફરિયાદ પર કંપની સામે કડક કાર્યવાહી કરે છે અને ટ્રેડ લાયસન્સ રદ કરે છે તો ભારતમાં કંપનીનો બિઝનેસ બંધ થઈ શકે છે. આમ કંપની ભારતમાં તેની કોઈપણ પ્રોડક્ટ વેચી શકશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT