જાએ તો જાએ કહા? કરે તો કરે ક્યા? SIT બન્યા છતાં અમદાવાદના વેપારીઓના 160 કરોડમાંથી 25% જ રિકવર
અમદાવાદઃ અમદાવાદમાં કાપડના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. ગઠીયાઓ આ વેપારીઓને કરોડો રૂપિયામાં છેતરી ગયા છે. ગઠીયાઓનો ભોગ કોઈ એક વેપારી નહીં પણ અઢળક…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં કાપડના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. ગઠીયાઓ આ વેપારીઓને કરોડો રૂપિયામાં છેતરી ગયા છે. ગઠીયાઓનો ભોગ કોઈ એક વેપારી નહીં પણ અઢળક વેપારીઓ બન્યા છે. 3000થી વધારે વેપારીઓના કરોડો રૂપિયા આવા ગઠિયાઓ ઓહીયા કરી ગયા છે. ઘણા વેપારીઓએ તો જીવનની મોટી મૂડી ગુમાવી છે. ગઠીયાઓને પાઠ ભણાવવા એસઆઈટીની રચના કરીને તાબડતોબ કાર્યવાહીની ઘણી વાહવાઈ કરાઈ હતી. જોકે તેના પરિણામ પર નજર કરવામાં આવે તો 160 કરોડમાંથી માત્ર 40 કરોડની જ રિકવવરી થઈ ગઈ છે.
3200 વેપારીઓના કરોડો રૂપિયા લઈ છૂ
માત્ર અમદાવાદ જ નહીં પણ ગુજરાતમાં ઘણા કાપડના વેપારીઓ પાસેથી માલ લઈને રૂપિયાની ચૂકવણી નહીં કરવા સહિતની ઘણી છેતરપીંડીના બનાવો સામે આવયા હતા. આ મામલો ન માત્ર કાપડના વેપારીઓ માટે પણ પોલીસ માટે પણ ચિંતાનો વિષય ત્યારે બન્યો હતો કે જ્યારે એકાદ બે વેપારી નહીં પણ 3200 જેટલા વેપારીઓ છેતરપીંડીનો ભોગ બન્યા હતા.
પદ્મ પુરસ્કાર સમારંભમાં પહોંચી ઋષિ સુનકની પત્ની અક્ષતા, ખબર પડી તો…
માર્કેટમાં જ બનાવી છે આ કેસો માટે ઓફિસ
આ અંગે મહાજન એસોશિએશનના વડા ગૌરાંગ ભગત કહે છે કે, કાપના વેપારીઓ સાથે અવારનવાર છેતરપીંડીના બનાવોને લઈને માર્કેટમાં જ એક ઓફિસ બનાવી છે. ત્યાં 13 લોકો કામ કરે છે. જેને એસઆઈટી નામ અપાયું છે. અહીં એક પીએસઆઈ અને 12 પોલીસ કર્મચારીઓ કામ કરે છે. આખી એસઆઈટીના માર્ગદર્શક પોલીસ કમિશનર છે. પણ એસઆઈટી બનવા છતાં છેતરપીંડીના બનાવોમાં 2 વર્ષથી માંડીને 10 વર્ષ જુના કેસમાં પણ અમુક રૂપિયા રિકવર થયા છે.
ADVERTISEMENT
થોડું થોડું પેમેન્ટ કરી વિશ્વાસ કેળવે અને…
તેમનું કહેવું છે કે, ઘણા વેપારીઓ નામ ખરાબ ન થાય તેથી સામે આવતા નથી. તેમાંથી ફક્ત 3200 જેટલા જ વેપારીઓએ છેતરપીંડીની ફરિયાદ કરી છે. તે પ્રમાણે 160 કરોડ રૂપિયા જેટલી રકમથી વેપારીઓ હાથ ધોઈ બેઠા છે. જોકે તેમાંથી હજુ સુધી માત્ર 40 કરોડ જ રિકવર થયા છે. વેપારીઓને છેતરનારા આ શખ્સો પહેલા વેપારીઓ પાસેથી માલ ખરીદે અને શરૂઆતમાં થોડું થોડું કરીને પેમેન્ટ કરી વેપારીનો વિશ્વાસ કેળવે છે. પછી એક મોટો જથ્થો ખરીદે છે અને તેનું પેમેન્ટ આપ્યા વગર છૂમંતર થઈ જાય છે. આવી ગેંગના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ઘણા વેપારીઓ પાસે પોસ્ટ ડેટેડ ચેક પડ્યા છે પણ તેની હવે કોઈ કિંમત રહી નથી. ખાસ કરીને નોટબંધીના સમયમાં આવી ટોળકીઓએ ઘણો લાભ ઉઠાવ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT