FirstCry નો IPO ખુલી ગયોઃ રોકાણ કરવું જોઈએ કે નહીં? જાણો કેવી છે કંપનીની નાણાકીય સ્થિતિ

ADVERTISEMENT

FirstCry IPO
FirstCry નો IPO ખુલી ગયો
social share
google news

FirstCry IPO opens to subscribe: શેર માર્કેટમાં મંગળવારે વધુ એક IPOની એન્ટ્રી થઈ. Brainbees Solutions (Firstcry)નો IPO રોકાણ માટે ખુલી ગયો છે. તેમાં રોકાણકારો ગુરુવાર એટલે કે 8 ઓગસ્ટ સુધી  રોકાણ કરી શકશે. તેના શેરની પ્રાઈસ બેન્ડ 440 રૂપિયાથી 465 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે. એક લોટમાં 32 શેર છે. 

એક લોટ માટે 14,880 રૂપિયા રોકાણ કરવા પડશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ ખરીદી શકશે. જે રોકાણકારોને શેર એલોટ થશે, તેમને તેની જાણકારી 9 ઓગસ્ટે મળી જશે. આ IPOનું લિસ્ટિંગ 13 ઓગસ્ટે થશે. કંપની IPO દ્વારા 4194 કરોડ રુપિયા એકત્ર કરશે. 

IPO સાથે જોડાયેલી 5 જરૂરી બાબતો

શું છે ગ્રે માર્કેટમાં કિંમત?

ગ્રે માર્કેટમાં કંપનીના શેરની સ્થિતિ સારી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ તેમાં ઘટાડો થયો છે. તેની ગ્રે માર્કેટ પ્રાઇસ (GMP) હાલમાં રૂ. 510 છે. એટલે કે તે લગભગ 9.68 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. એક સમયે તેની જીએમપી 569 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. બાદમાં તેમાં ઘટાડો થવા લાગ્યો.

ADVERTISEMENT

શું કરે છે ફર્સ્ટક્રાય?

આ કંપની નાના બાળકો અને માતાઓ માટે કપડાં અને અન્ય વસ્તુઓ ઓનલાઈન અને ઓફલાઈન વેચે છે. કંપનીના દેશભરમાં ઘણા આઉટલેટ્સ છે. આ સિવાય આ કંપની ફ્રેન્ચાઈઝી મોડલ પર પણ તેની પ્રોડક્ટનું વેચાણ કરે છે. આ દેશનું આ પ્રકારનું સૌથી મોટું મલ્ટિ-ચેનલ રિટેલિંગ પ્લેટફોર્મ છે. આ કંપની વિદેશમાં પણ બિઝનેસ કરે છે.

કંપની IPOથી મળેલી રકમનું શું કરશે?

કંપની આઈપીઓમાંથી મળેલા નાણાંનો ઉપયોગ તેના બિઝનેસના વિસ્તરણ માટે કરશે. કંપની દેશમાં નવા આધુનિક સ્ટોર્સ ખોલવા અને વેરહાઉસ બનાવવાની યોજના ધરાવે છે. આ સિવાય કંપની તેની સબસિડિયરી કંપની ડિજિટલ એજમાં પણ રોકાણ કરશે. કંપની આ રકમનો કેટલોક હિસ્સો સેલ્સ અને માર્કેટિંગ પાછળ પણ ખર્ચ કરશે.

ADVERTISEMENT

કેવી છે કંપનીની નાણાકીય સ્થિતિ?

નાણાકીય વર્ષ 2024માં કંપનીની રેવેન્યૂમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. આ રેવેન્યૂ 6481 કરોડ રૂપિયા હતી. જો આપણે કંપનીના PAT (પ્રોફિટ આફ્ટર ટેક્સ) વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2023ની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં તેમાં 33.85 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ ખોટ 34 ટકા ઘટાડીને 321 કરોડ રૂપિયા કરી છે.

ADVERTISEMENT

IPO માટે બુક રનિંગ લીડ મેનેજર કોણ છે?

કોટક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, મોર્ગન સ્ટેનલી, બોફા સિક્યોરિટીઝ, જેએમ ફાઈનાન્સિયલ અને એવેન્ડસ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે. લિંક ઈનટાઈમ ઈન્ડિયા રજિસ્ટ્રાર છે.


નોંધઃ આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.

    follow whatsapp

    ADVERTISEMENT