શેરબજારમાં તેજી બાદ અચાનક મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો, સૌથી વધુ આ 5 શેર તૂટ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Stock Market Crash: બુધવારે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. લીલા નિશાન પર ટ્રેડિંગ સાથે, બજારના બંને સૂચકાંકો રોકેટ ગતિએ ઉછળ્યા અને Sensex-Nifty નવા શિખરો પર પહોંચ્યા. પરંતુ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં બજાર અચાનક ક્રેશ થઈ ગયું અને સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો. આ સાથે નિફ્ટી-50થી 200 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો

સમાચાર લખાય છે ત્યાં સુધી, બપોરે 3 વાગ્યે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE SENSEX) નો 30 શેરો વાળા સૂચકાંક સેન્સેક્સ 866.59 પોઈન્ટ્સ અથવા 1.21 ટકાના ઘટાડા સાથે 70,570.60 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NIFTY 50) 282.80 પોઈન્ટ અથવા 1.32 ટકાના ઘટાડા સાથે 21,170ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

દિવસના હાઈ લેવલથી 1000 પોઈન્ટ ઘટ્યો

શેરબજારમાં ઉછાળાની વચ્ચે સેન્સેક્સે શરૂઆતના ટ્રેડમાં લગભગ 450 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને તે 71,913ના નવા ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો અને હાલમાં તેની ઊંચી લેવલથી 1000 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીની પણ આવી જ સ્થિતિ હતો અને બુધવારે શરૂઆતના ટ્રેડિંગમાં તે 21,593ના સ્તરે પહોંચી ગયો હતો, જે તેનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર હતું, જ્યારે સમાચાર લખાય છે ત્યાં સુધી, નિફ્ટી-50 તેના દિવસના ઉચ્ચ સ્તરથી 370 પોઈન્ટ્સ ઘટી ગયો હતો.

ADVERTISEMENT

BSE પર 30માંથી 29 શેર લાલ નિશાનમાં

સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE ના 30 માંથી 29 શેર લાલ નિશાન પર પહોંચી ગયા હતા, જ્યારે માત્ર એક શેર (HDFC બેન્ક શેર) માં થોડો વધારો જોવા મળી રહ્યો હતો. શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા વચ્ચે, NTPCનો શેર 2.92 ટકા ઘટીને રૂ.300.75ના સ્તરે, HCLTECHનો શેર 2.97 ટકા ઘટીને રૂ. 1443.90ના સ્તરે, M&Mનો શેર 3.20 ટકા ઘટીને રૂ. 1645.50 પર, TATA MOTORSનો શેર ઘટીને રૂ. 3.20 ટકા ઘટીને રૂ.705.45ના સ્તરે, જ્યારે TATA STEELનો શેર 3.40 ટકા ઘટીને રૂ. 130.80 પર આવી ગયો હતો.

શું માર્કેટ 72000ના આંકડાને સ્પર્શી શકશે?

છેલ્લા કેટલાક દિવસોથી, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે અને એવી અપેક્ષા હતી કે તે ટૂંક સમયમાં 72,000નો આંકડો પાર કરી જશે. પરંતુ, બુધવારે અચાનક થયેલા ઘટાડાને કારણે તે તેના લક્ષ્યાંકથી ઘણું પાછળ સરકી ગયું છે. બુધવારે શેરબજારની શરૂઆતની વાત કરીએ તો, તે મંગળવારના 71,437.19 ના બંધની તુલનામાં સવારે 9.15 વાગ્યે 71,647.66 ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટીએ આગલા દિવસના બંધ 21,453.10થી ઉપર ચઢીને 21,543.50ના સ્તરે શરૂઆત કરી હતી.

ADVERTISEMENT

બજાર ઘટવાના મોટા કારણો!

બજારમાં અચાનક ઘટાડાનાં કારણો પર નજર કરીએ તો વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચવાલીનાં કારણે શેરબજારમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ રૂ. 600 કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક રોકાણકારોએ આશરે રૂ. 294 કરોડના શેર ખરીદ્યા હતા. આ સિવાય ઘટાડાનું બીજું મોટું કારણ કોરોનાના વધતા કેસ હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, દેશભરમાં કોરોનાના નવા પ્રકારોના કેસ સતત વધી રહ્યા છે અને એક દિવસમાં 614 નવા કેસ નોંધાયા છે. બુધવારે સૌથી વધુ ઘટાડો બેંક, મેટલ અને ઓટો શેરોમાં જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT