સપ્તાહના બીજા દિવસે લાલ નિશાન સાથે ખૂલ્યું માર્કેટ, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો

ADVERTISEMENT

Stock Market
Stock Market
social share
google news

ભારતીય શેરબજારમાં આજે ઘટાડાનો માહોલ સર્જાયો છે. બજારમાં આજે શરૂઆતથી જ ઘટાડો જોવા માંલઈ રહ્યો હતો. જેના કારણે સેન્સેક્સ-નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

કારોબારની શરૂઆતમાં સેન્સેક્ 67 પોઈન્ટના ઘટાડા સાથે 58,049ની સપાટી પર ખૂલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું, જ્યારે નિફ્ટી 30 પોઈન્ટના ઘટાડા સાથે 17,310ની સપાટી પર ખુલ્યો અને ટ્રેડિંગ શરૂ કર્યું. સવારે 9.27 કલાકે સેન્સેક્સ 150 પોઈન્ટના ઘટાડા સાથે 57,990 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પોઈન્ટ ઘટીને 17,300ની સપાટી પર પહોંચી ગયો હતો. રોકાણકારોએ આજે ​​સવારથી યુપીએલ, આઈશર મોટર્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ઓએનજીસી જેવી કંપનીઓના શેર વેચ્યા અને તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જેના કારણે આ શેરો ટોપ લૂઝરની શ્રેણીમાં આવ્યા.

બીજી બાજુ, ITC, HUL, BPCL, એશિયન પેઇન્ટ્સ અને પાવર ગ્રીડ કોર્પ જેવી કંપનીઓના શેરમાં ખરીદારી જોવા મળી હતી, જેના કારણે આ શેરો ટોપ ગેનર્સની યાદીમાં સામેલ થયા હતા. આજે નિફ્ટી મિડકેપ પર 0.2 ટકા અને નિફ્ટી સ્મોલકેપમાં 0.1 ટકાનો ઘટાડો છે.

ADVERTISEMENT

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે લાલ નિશાન પર ખુલ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.29 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે જાપાનનો નિક્કી 1.22 ટકા ડાઉન હતો. આ સિવાય દક્ષિણ કોરિયાનું કોસ્પી શેરબજાર 0.31 ટકા અને ચીનનું શાંઘાઈ કમ્પોઝિટ 0.01 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.

મંગળવારે બજારના શરૂઆતના વેપારમાં ટાટા સ્ટીલના શેરમાં બે ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ઝોમેટોના શેરમાં આ સમયગાળા દરમિયાન સાત ટકાનો વધારો જોવા મળ્યો છે. અગાઉ સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2321 કરોડની રોકડ અને સ્થાનિક રોકાણકારોએ રૂ. 822 કરોડની ખરીદી કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT