SENSEX એ રોકારણકારોને ખુશ કર્યા, પહેલીવાર 64 હજારની પાર બંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : અઠવાડીયાના છેલ્લો દિવસ ભારતીય શેરબજાર માટે ખુબ જ ધમાકેદાર રહ્યો હતો. સુપરફ્રાઇડેના દિવસે મજબુત ખરીદી બાદ સેંસેક્સ બીએસઇ અને એનએસઇ નિફ્ટી ઓલ ટાઇમ હાઇ પર બંધ થઇ હતી. પહેલીવાર સેંસેક્સ 64 હજારની પાર પહોંચ્યો હતો. 64,718 પર બંધ રહ્યો હતો. આ દરમિયાન સેંસેક્સમાં 800 પોઇન્ટની મજબુતી જોવા મળી હતી. નિફ્ટી પણ પહેલીવાર 216 પોઇન્ટની મજબુતી સાથે 19,189 પોઇન્ટ પર બંધ થઇ હતી.

શુક્રવારે વ્યાપારી સેશન દરમિયાન સેંસેક્સે જ્યા ઇન્ટ્રાડેમાં 64,768 નું લેવલ ટચ કર્યું બીજી તરફ નિફ્ટી પણ ચોતરફી ખરીદી બાદ પહેલીવાર 19,201 ના લેવલ પર પહોંચી હતી. જુલાઇમાં સીરીઝના પહેલા દિવસે બજારમાં બંપર તેજી જોવા મળી હતી. આ દરમિયાન ઓટો, પીએસયુ, બૈંકિંગ અને આઇટી સેક્ટરના શેરમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી. શુક્રવારે વ્યાપારના સેશન દરમિયાન બીએસઇ સેંસેક્સમાં 1.26 ટકા જ્યારે એનએસઇ નિફ્ટી 1.14 ટકાની તેજી જોવા મળી હતી. ગત્ત ત્રણ દિવસમાં સેંસેક્સમાં 1800 પોઇન્ટની મજબુતી જોવા મળી હતી.

વિલયના માત્ર એક જ દિવસ પહેલા HDFC અને HDFC બેંકના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે બજારમાં વ્યાપાર બંધ થયા બાદ બંન્ને કંપનીઓની બોર્ડની બેઠકમાં વિલય પર અંતિમ નિર્ણય થવાનો છે. શુક્રવારે એચડીએફસી બેંકના શેબમાં બે ટકાની મજબુતી સાથે 1705.80 પોઇન્ટના લેવલ પર પહોંચ્યા હતા. બીજી તરફ એચડીએફસી પણ 1.6 ટકાની તેજી સાથે 2,825.80 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT