Semicon India 2023: PM નરેન્દ્ર મોદીએ આપ્યો ઈન્વેસ્ટમેન્ટ મંત્ર, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ આજે ગુજરાતમાં બીજા દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ આ દરમિયાન બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ મંત્ર આપ્યો હતો. તેમણે કરેલા સેમિકંડક્ટર્સ સાથે જોડાયેલી આ ઈવેન્ટના ઉદ્ઘાટન દરમિયાન આ ધંધાથી જોડાયેલી ઘણી કંપનીઓ હાજર રહી હતી. અમેરિકા સહિતના તમામ દેશો સેમિકન્ડક્ટર મિશનના પ્રશંસક બન્યા હોવાનું તેમણે કહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક વર્ષો પહેલા ભારત એક ઊભરતું પ્લેયર હતું આજે ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગમાં આપણો શેર ઘણો વધારે થઈ ગયો છે. 2014માં 30 બિલિયન ડોલર કરતા પણ ઓછું હતું પણ આજે વધીને 100 બિલિયન કરતા વધી ગયું છે. ભારતમાં બનેલા મોબાઈલનું એક્સપોર્ટ પણ બે ગણું થઈ ગયું છે. જે દેશ ક્યારેક મોબાઈલ ફોનનો ઈમ્પોર્ટર હતો તે દેશ દુનિયાના બેસ્ટ મોબાઈલ ફોન્સ બનાવી રહ્યો છે અને એક્સપોર્ટ કરી રહ્યો છે.

મોદીએ કોર્પોરેટ ટેક્સ અંગે શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે વિશ્વભરની કંપનીઓ સમારંભમાં આવી છે. તે પોતાનું ભાવી ઘડવા આવી છે. ભારતમાં કરવામાં આવેલું રોકાણ અનેક ગણું વળતર આપે છે. વિશ્વને ભરોસાપાત્ર ચીપ પાર્ટનરની જરૂર છે અને ભારતથી વધારે વિશ્વાસપાત્ર દેશ કોઈ બીજો હોઈ શકે નહીં. ભારત વિશ્વામાં સૌથી ઓછો કોર્પોરેટ ટેક્સ ધરાવતો દેશ છે અને અમે સેમિકન્ડક્ટર કંપનીઓ માટે રેડ કાર્પેટ સાથે તૈયાર છીએ. માઈક્રોન સહિતની ઘણી અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આવી છે અને ભવિષ્યમાં બીજી પણ કંપનીઓ આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT