હિંડનબર્ગ અદાણી કેસ પર SC સમિતિનો રિપોર્ટ જાહેર, પ્રાથમિક દ્રષ્ટિ કોઈ છેડછાડ નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિનો રિપોર્ટ શુક્રવારે જાહેર કર્યો છે. 24 જાન્યુઆરી, 2023 ના રોજ, અમેરિકન શોર્ટ-સેલિંગ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપની કંપનીઓ પર એક અહેવાલ બહાર પાડ્યો હતો . જોકે, હિંડનબર્ગના આરોપોને અદાણી ગ્રુપે ફગાવી દીધા હતા. પરંતુ વિપક્ષે આ મુદ્દે હોબાળો મચાવ્યો અને જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી હતી. હવે આ સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે.

અહેવાલના અંશો
સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપે તમામ લાભાર્થી માલિકોનો ખુલાસો કર્યો છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે સેબી દ્વારા એવો કોઈ આક્ષેપ કરવામાં આવ્યો નથી કે તેઓ અદાણીના લાભાર્થી માલિકોના ઘોષણાને નકારી રહ્યાં છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીનો રિટેલ હિસ્સો વધ્યો છે. રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પ્રવર્તમાન નિયમો કે કાયદાનું પ્રથમ દ્રષ્ટીએ કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેબી પાસે હજુ પણ 13 વિદેશી સંસ્થાઓ અને 42 અસ્કયામતોમાં ફાળો આપનારાઓ વિશે પૂરતી માહિતી નથી. જે 13 સંસ્થાઓની તપાસ પેન્ડિંગ છે તેમાં વધુ કોઈ કેસ કરવા કે કેમ તે નક્કી કરવા માટે રિપોર્ટ સેબી પર છોડી દે છે. રિપોર્ટમાં EDના કેસનો ઉલ્લેખ કરતી વખતે, SEBIએ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ આક્ષેપ કર્યો નથી. અહેવાલમાં જાણવા મળ્યું છે કે અદાણીના શેર ભારતીય બજારોને અસ્થિર કર્યા વિના નવા ભાવે સ્થિર થયા છે. આ ઉપરાંત, અહેવાલમાં સ્ટોકને સ્થિર કરવા માટે અદાણીના પ્રયાસોને સ્વીકારવામાં આવ્યા છે.

ADVERTISEMENT

સમયસર તપાસ પૂર્ણ કરવાની જરૂર છે
સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી વિશેષ સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તમામ તપાસ સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જરૂર છે. પરંતુ પેનલ હાલમાં એવું નિષ્કર્ષ આપી શકતી નથી કે ભાવમાં ફેરફારના આરોપમાં નિયમનકારની નિષ્ફળતા રહી છે. સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતના બજાર નિયામકના ગ્રુપની એકમોની માલિકી અંગે તેની તપાસમાં તારણો રજૂ કર્યા છે. હિંડનબર્ગ રિપોર્ટ અને તેના પરિણામોને કારણે અદાણીના શેરમાં અસ્થિરતા ખરેખર ખૂબ જ ઊંચી હતી.

હિન્ડેનબર્ગનો આરોપ
હિંડનબર્ગે તેના રિપોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે અદાણીની કંપનીઓના શેર અંદર વેલ્યૂ છે. હિંડનબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ 7 મોટી કંપનીઓનું મૂલ્ય 85 ટકાથી વધુ છે. હિંડનબર્ગના આરોપો પછી ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો થયો. સપ્ટેમ્બર 2022માં, ગૌતમ અદાણીની નેટવર્થ ઝડપથી વધીને 150 બિલિયન ડોલર થઈ અને તેઓ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિના સ્થાને પહોંચી ગયા. પરંતુ હાલમાં અદાણી ટોપ-20માંથી બહાર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT