Yes Bankમાં પોતાનો તમામ હિસ્સો વેચવાની તૈયારીમાં SBI, જાપાન-દુબઈની બેંકો ખરીદશે શેર!
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આવતા વર્ષની શરૂઆતમાં યસ બેંકમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવા માંગે છે. એસબીઆઈ પાસે યસ બેંકમાં લગભગ 24 ટકા હિસ્સો છે અને આ ડીલની કિંમત લગભગ 184.2 અબજ રૂપિયા હોઈ શકે છે. ડોલરમાં તે 2.2 અબજ છે. સમાચાર એજન્સી રોયટર્સે સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.
ADVERTISEMENT
SBI to Sell Yes Bank Stake : ભારતની અગ્રણી ખાનગી બેંકોમાંની એક યસ બેંકમાં તેનો મોટાભાગનો હિસ્સો વેચી શકે છે. SBI આ પગલું એવા સમયે ઉઠાવી રહી છે જ્યારે જાપાની બેંક સુમિતોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન (SMBC) યસ બેંકમાં હિસ્સો ખરીદવાની શક્યતાઓ શોધી રહી છે. જાપાની બેંકના ગ્લોબલ સીઈઓ અકીહિરો ફુકુટોમી આ સંદર્ભે ભારતની મુલાકાત લઈ શકે છે. યસ બેંકમાં SBI 23.99% હિસ્સો ધરાવે છે. આરબીઆઈના અધિકારીઓ ઉપરાંત અકીહિરો ફુકુટોમી તેમની ભારત મુલાકાત દરમિયાન એસબીઆઈના અધિકારીઓને પણ મળશે. સુમિતોમો મિત્સુઇ જાપાનની બીજી સૌથી મોટી બેંક છે.
જાપાન અને દુબઈની બેંક ખરીદી શકે છે શેર
યસ બેંકમાં હિસ્સો ખરીદવામાં ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રસ દાખવ્યો છે. SMBC ઉપરાંત, દુબઈ સ્થિત અમીરાત NBD પણ યસ બેંકને હસ્તગત કરવાની રેસમાં છે. અહેવાલો અનુસાર, SMBC યસ બેન્કનો 51% હિસ્સો રૂ. 42,000 કરોડમાં ખરીદવાની યોજના બનાવી રહી છે. 2020માં, એસબીઆઈએ યસ બેંકને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢવા માટે તેનો 49% હિસ્સો ખરીદ્યો હતો. ત્યારબાદ, SBIએ તેનો કેટલોક હિસ્સો વેચી દીધો અને હવે તેની પાસે યસ બેન્કમાં 23.99% હિસ્સો બાકી છે. આ શેર્સની કિંમત 18,000 કરોડ રૂપિયાથી વધુ છે. આરબીઆઈએ એસબીઆઈને યસ બેંકમાં તેનો હિસ્સો વેચવાની મંજૂરી આપી દીધી છે. યસ બેંકની વર્તમાન બજાર મૂડી રૂ. 76,531 કરોડ છે. SBI ઉપરાંત ICICI બેંક, HDFC બેંક અને અન્ય 11 બેંકો યસ બેંકમાં 9.74% હિસ્સો ધરાવે છે.
યસ બેંક કટોકટી
31 માર્ચ, 2014ના રોજ, બેંકની લોન બુક રૂ. 55,633 કરોડ અને થાપણો રૂ. 74,192 કરોડ હતી. ત્યારબાદ, લોન બુક લગભગ ચાર ગણી વધી અને 30 સપ્ટેમ્બર, 2019 સુધીમાં રૂ. 2.25 લાખ કરોડ થઈ. આરબીઆઈએ ડિપોઝિટ વૃદ્ધિની ગતિ જાળવી રાખવામાં નિષ્ફળતા અને બેંકની કથળતી એસેટ ગુણવત્તાને કારણે બેંક પર નજર રાખવાનું શરૂ કર્યું. એપ્રિલ અને સપ્ટેમ્બર 2019 ની વચ્ચે, યસ બેંકની ગ્રોસ એનપીએ બમણી થઈને 17,134 કરોડ રૂપિયા થઈ ગઈ. જ્યારે બેંકની હાલત ખરાબ થઈ ત્યારે આરબીઆઈએ માર્ચ 2020માં બેંકનો કબજો લીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT