SBI Server Down: બેંક બાદ એપે પણ કહ્યું સર્વર ડાઉન છે પછી આવો…
નવી દિલ્હી : ભારતીય સ્ટેટ બેંકના (STATE BANK OF INDIA) યુઝર્સને તેમની બેકિંગ સર્વિસમાં પરેશાની થઇ રહી છે. અનેક યુઝર્સે ભારતીય સ્ટેટ બેંકને લગતી અલગ…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારતીય સ્ટેટ બેંકના (STATE BANK OF INDIA) યુઝર્સને તેમની બેકિંગ સર્વિસમાં પરેશાની થઇ રહી છે. અનેક યુઝર્સે ભારતીય સ્ટેટ બેંકને લગતી અલગ અલગ સેવાઓનો લાભ લેવામાં પરેશાની થઇ રહી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હાલમાં તમામ યુઝર્સ ટ્વીટર પર ટ્વીટ કરી રહ્યા છે. જેના કારણે ટ્વીટર પર પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટ્રેન્ડ થઇ રહ્યું છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, પોતાના ખરાબ યુઝર એક્સપિરિયન્સ પછી તે ઓનલાઇન હોય કે ઓન સાઇટ સ્ટેટ બેંક વારંવાર ટ્રોલ થતી રહે છે.
યુઝર્સની ફરિયાદના અનુસાર બેંકની યુપીઆઇ, યોનો અને ઇન્ટરનેટ બેકિંગ સેવાઓમાં ભારે પરેશાની આવી રહી છે.જો તમે પણ સ્ટેટબેંકના ગ્રાહક છો તો તમને પણ બેંકિંગ સર્વિસમાં પરેશાની આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરેશાની બેંકનું સર્વર ડાઉન હોવાના કારણે ઉઠાવવી પડી રહી છે. એસબીઆઇ આઉટેજની માહિતી ડાઉન ડિટેક્ટર ઇન્ડિયા દ્વારા સામે આવી છે. વેબસાઇટે એક ટ્વીટ દ્વારા એસબીઆઇના સર્વસ ડાઉન હોવાની માહિતી આપી છે. ડાઉન ડિટેક્ટરના ટ્વીટ પરથી સ્પષ્ટ થાય છે કે, એસબીઆઇના યુઝર્સ તેમની બેંકિંગ સર્વિસમાં પરેશાની આજ સવારે 9 વાગ્યાથી જ થઇ રહી છે.
અલગ અલગ પ્લેટફોર્મના આઉટેજને રિપોર્ટ કરનારી વેબસાઇટે જણાવ્યું કે, 65 ટકા ફરિયાદ ઓનલાઇન બેકિંગ મુદ્દે આવી રહી છે, જ્યારે 25 ટકા ફરિયાદો ઓનલાઇન લોગના કારણે આવી રહી છે. જ્યારે 10 ટકા ફરિયાદો એકાઉન્ટ બેલેન્સ અંગે પણ રિપોર્ટ થઇ છે. બેંકનું સર્વસ આ લખાઉ રહ્યું છે ત્યાં સુધી ડાઉન જ હતું. જો કે સવારે 11 વાગ્યે પોતાના પીક પર હતું. સવારે આશરે 10.46 વાગ્યે આઉટેજનો ગ્રાફ પીક પર જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એસબીઆઇ ઓનલાઇન બેંકિંગ સર્વિસમાં પરેશાની ઉપરાંત બેંકની ઓફિશિયલ વેબસાઇટ પણ કામ નથી કરી રહી. વેબસાઇટ ઓપન નથી થઇ રહી.
ADVERTISEMENT
આ અગાઉ 2 એપ્રીલે બેંકનું સર્વર ડાઉન હોવાની વાત સામે આવી હતી. તેના એક દિવસ પહેલા 1 એપ્રીલે બેંકે પોતે બેંકિંગ સર્વિસ અંગે માહિતી આપી હતી. એબસીઆઇએ માહિતી આપી હતી કે, INB/YONO/YONO Lite/YONO Business/UPI જેવી અનેક સુવિધાઓ કેટલાક કલાકો માટે અટકી પડી હતી.
ADVERTISEMENT