15 મિનિટમાં 1 લાખ રૂપિયાની લોન, જાણો કોને-કોને મળશે લાભ
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આજે 70 વર્ષની થઈ ગઈ. તેની સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ થઈ હતી. આ પહેલા તે ઈમ્પીરિયલ બેંક ઓફ ઈન્ડિયાના તરીકે જાણીતી હતી.
ADVERTISEMENT
SBI Launched New Loan Scheme : દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આજે 70 વર્ષની થઈ ગઈ. તેની સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ થઈ હતી. આ પહેલા તે ઈમ્પીરિયલ બેંક ઓફ ઈન્ડિયાના તરીકે જાણીતી હતી. આ અવસર પર SBIએ નાના વેપારીઓ (MSMEs) માટે લોન સાથે સંબંધિત નવી યોજના લૉન્ચ કરી. આ યોજના હેઠળ માત્ર 15 મિનિટમાં 1 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.
કેવી રીતે મળશે 15 મિનિટમાં 1 લાખની લોન
સ્ટેટ બેંકની લોન આપવાની આ યોજના સંપૂર્ણપણે ડિજિટલ છે. એટલે કે તમારે આ માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે. બેંકે આ સ્કિમને ‘MSME સહજ’ નામ આપ્યું છે. આ સંપૂર્ણપણે ડિજિટલ ઈન્વોઈસ ફાઈનાન્સિંગ સર્વિસ છે. જે બિઝનેસમેનને લોનની જરૂર છે, તેમણે બેંકની એપ YONO પર જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડશે. લોનની મંજૂરી મળ્યાના 15 મિનિટની અંદર રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આ ડોક્યુમેન્ટ જરૂરી
બેંકે કહ્યું કે, લોનની આ સુવિધા SBIના ફક્ત એ જ વેપારીઓને મળશે, જેમની પાસે GST નંબર હશે. તેમની પાસે રજિસ્ટર્ડ સેલ્સ ઈનવોઈસ પણ હોવું જોઈએ. બેંકે કહ્યું કે, આ યોજના લાવવાનો ઉદ્દેશ્ય એવા નાના વેપારીઓને આર્થિક મદદ આપવાનો છે, જેઓ પૈસાની અછતના કારણે પોતાના બિઝનેસને આગળ વધારી શકતા નથી.
ADVERTISEMENT
કોને મળશે લાભ?
આ સુવિધાનો લાભ લેવા માટે વેપારીની પાસે GST નંબર અને સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મ હોવી જોઈએ. વેપારીનું એસબીઆઈમાં કરંટ બેંક એકાઉન્ટ હોવું જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT