ક્રેડિટ કાર્ડ બંધ હતું છતાં SBIએ બિલ મોકલ્યું, ગ્રાહક સામો પડતા હવે બેંકને થયો 2 લાખનો દંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તે લોકોને સુવિધા આપે છે તો તેના વપરાશના અનેક ગેરફાયદા પણ છે. મોટીથી લઈને નાની બેંકો તેમના વધુને વધુ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ આપવાની દોડમાં સામેલ છે. પરંતુ આ ઉતાવળ અને મોખરે રહેવાની દોડમાં, ઘણી વખત બેંકો તરફથી એવી ભૂલ કરવામાં આવે છે, જે તેમને ભારે પડી જાય છે. તાજેતરનો મામલો દેશની સૌથી મોટી બેંક SBIના SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસ સાથે જોડાયેલો છે, જેમાં તેની ભૂલને કારણે કંપની પર લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

SBI પર કેમ લાગ્યો દંડ?
હકીકતમાં, દિલ્હીની એક ગ્રાહક અદાલતે SBI કાર્ડ્સ અને પેમેન્ટ સેવાઓ પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પીટીઆઈ અનુસાર, એક કાર્ડ યુઝરે SBI કાર્ડ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ભૂતપૂર્વ પત્રકાર એમ.જે એન્થનીએ ગ્રાહક અદાલતમાં જણાવ્યું હતું કે, તેમના દ્વારા ક્રેડિટ કાર્ડ કેન્સલ કરવા છતાં, સતત બાકી બિલ મોકલવામાં આવી રહ્યું છે અને લેટ ફી સાથે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

યુઝરે 2016માં લેવડ-દેવડ બંધ કરી દીધી હતી
એન્થનીના કહેવા પ્રમાણે, 9 એપ્રિલ, 2016 પછી મેં મારા ક્રેડિટ કાર્ડથી લેવડ-દેવડ બંધ કરી દીધી હતી. તે સમયે કોઈ ચુકવણી બાકી ન હતી. આમાં, પ્રક્રિયાના ભાગ રૂપે, મેં મારું કાર્ડ બંધ કરવા માટે અરજી આપી, જે પછી મને તે જ વર્ષે સપ્ટેમ્બરમાં કાર્ડ રદ કરવાનો પત્ર મળ્યો. પરંતુ થોડા સમય પછી SBI કાર્ડમાંથી મારા રજિસ્ટર્ડ મેઈલ પર બિલ આવવા લાગ્યા, મેં તેમને અવગણ્યા કારણ કે મારી કોઈ ચૂકવણી બાકી ન હતી. જો કે, કંપનીએ લેટ-ફી અને દંડ લાદવાનું ચાલુ રાખ્યું અને 18 મે, 2017 સુધીમાં, બિલ 2,946 રૂપિયા સુધી પહોંચી ગયું.

ADVERTISEMENT

ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો મામલો
એમ.જે.એન્થનીએ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી સમગ્ર મામલાની રજૂઆત કરી હતી. તેણે કોર્ટને કહ્યું કે, કાર્ડ બંધ હોવા છતાં, તેને સતત બિલ મોકલીને માત્ર હેરાન કરવામાં આવ્યો ન હતો, પરંતુ કંપનીએ તેને RBIની વિલફુલ ડિફોલ્ટર્સ CIBIL સિસ્ટમમાં બ્લેકલિસ્ટ પણ કર્યો હતો. આ કારણે, તે બેંકમાંથી પણ નવું ક્રેડિટ કાર્ડ લઈ શક્યો ન હતો, જેમાં તેનું ખાતું 20 વર્ષથી ચાલતું હતું.

કોર્ટે મામલાને ગંભીરતાથી લીધો
ક્રેડિટ કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં, ગ્રાહક અદાલતે આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને ગ્રાહકને સતત બીલ અને તેમાં વધારાની લેટ-ફી અને દંડ ઉમેરવા અંગે એન્થનીની ફરિયાદને માન્ય રાખી હતી. મોનિકા એ શ્રીવાસ્તવની અધ્યક્ષતાવાળી અદાલતે હવે આ કેસમાં SBI કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસીસ પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ADVERTISEMENT

કોર્ટ વતી કહેવામાં આવ્યું છે કે ફરિયાદીને સેવા પૂરી પાડવામાં નિષ્ફળતા અને તેનું ક્રેડિટ રેટિંગ ખરાબ હોવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ પૈસાથી થઈ શકે નહીં. પરંતુ આવું કરતી કંપની સામે કાર્યવાહી ખૂબ જ જરૂરી છે. જો કે, ચર્ચા દરમિયાન, કંપનીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ તેની દલીલો કામ આવી શકી ન હતી.

ADVERTISEMENT

દંડ ભરવા માટે અપાયો 2 મહિનાનો સમય
દિલ્હીની ગ્રાહક અદાલતે SBI કાર્ડ્સ અને પેમેન્ટ સેવાઓ પર દંડની કાર્યવાહી કરતી વખતે બે લાખ રૂપિયા ચૂકવવા માટે બે મહિનાનો સમય આપ્યો છે. એટલે કે એક ભૂલને કારણે બે મહિનામાં બે લાખ રૂપિયા કંપનીને જશે. ખાસ વાત એ છે કે જો કંપની નિર્ધારિત સમયમાં દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય છે, તો આ રકમ બેથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવશે.

 

    follow whatsapp

    ADVERTISEMENT