જિયો, એરટેલ અને Vi ને કહો Bye-Bye, આ કંપનીના રિચાર્જ પ્લાન સૌથી સસ્તા

ADVERTISEMENT

 Cheapest Recharge Plans
રિચાર્જમાં કરવી છે મોટી બચત?
social share
google news

Cheapest Recharge Plans in India: દેશની સૌથી લોકપ્રિય ટેલિકોમ કંપનીઓ- રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા હવે ગ્રાહકોની વચ્ચે પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી છે. આનું એકમાત્ર કારણ કંપનીના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો છે. જી હાં, છેલ્લા કેટલાક વર્ષોમાં આ કંપનીઓએ જે રીતે રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, તેના કારણે કેટલાક ગ્રાહકો ગુસ્સે છે અને તેઓ સસ્તા રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે અને તેમનું સિમ પોર્ટ કરાવી રહ્યા છે.

તાજેતરમાં જ Jio, Airtel અને Vi દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરાયા બાદ સરકારી ટેલિકોમ કંપનીએ સસ્તા રિચાર્જ પ્લાનની નવી યાદી બહાર પાડી છે. જો તમે સસ્તા પ્લાન શોધી રહ્યા છો, તો અમે તમને સરકારી ટેલિકોમ કંપની BSNLના સસ્તા પ્લાન વિશે જણાવીશું...

BSNL Rs 107 Plan

જો તમે સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો તો તમે 35 દિવસની વેલિડિટી સાથે BSNL રિચાર્જ પ્લાન અપનાવી શકો છો. આ સરકારી ટેલિકોમ કંપની 107 રૂપિયામાં 4G નેટવર્ક સાથે 3GB ડેટાની સુવિધા આપી રહી છે.

ADVERTISEMENT

BSNL Rs 108 Plan

BSNLનો 108 રૂપિયાનો પ્લાન નવા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ સાથે તે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 1GB ડેટાની સુવિધા મળે છે. 

BSNL Rs 197 Plan 

એક પ્લાન 197 રૂપિયાની કિંમતની સાથે આવે છે, જેમાં 70 દિવસની વેલિડિટી મળે છે. સુવિધાની વાત કરીએ તો પ્લાનની સાથે દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 100 SMSનો લાભ 18 દિવસ માટે ઉપલબ્ધ છે.

ADVERTISEMENT

BSNL Rs 199 Plan 

199 રૂપિયાનો પણ પ્લાન આવે છે જેમાં તમને 70 દિવસ સુધી ઘણી સુવિધાઓનો ફાયદો મળે છે. અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS, 2GB ડેટા જેવા બેનિફિટ્સ 70 દિવસ સુધી મળે છે. 

ADVERTISEMENT

BSNL Rs 397 Plan  

જો તમે 150 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન અપનાવવા માંગો છો, તો તમે BSNLનો 397 રૂપિયાનો પ્લાન અપનાવી શકો છો. આ સાથે શરૂઆતી 30 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ, 4G નેટવર્કની સાથે 2GB ડેટાનો લાભ મળે છે.


BSNL Rs 797 Plan  

797 રૂપિયામાં તમે 300 દિવસ સુધીની વેલિડિટી સાથેનો પ્લાન અપનાવી શકો છો. આ પ્લાન શરૂઆતી 60 દિવસમાં દરરોજ અનલિમિટેડ કૉલ્સ અને 2GB ડેટાનો લાભ આપે છે.


 

    follow whatsapp

    ADVERTISEMENT