સંવત 2079ની શાનદાર શરૂઆત થઈ, સેન્સેક્સ 525 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 17700 ને પાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ સંવત 2079ના પહેલા દિવસે શેરબજાર ગ્રિન સિમ્બોલ પર ટ્રેડિંગ બંધ થયું. દિવાળી 2022ના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન એફએમસીજી સેક્ટર સિવાય તમામ સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. મુહૂર્તના ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 525 પોઈન્ટ વધીને 59,832 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી 154 પોઈન્ટના ઉછાળા સાથે 17731 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને એક-એક ટકા વધ્યા હતા. સેક્ટોરલ ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો, બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ 1.28% નો વધારો થયો હતો.

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન બજારે તેના ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. વર્ષ 2021માં પણ મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન બજાર ગ્રિન સિમ્બોલ પર બંધ થયું હતું. વર્ષ 2022ના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન, ICICI બેંક, નેસ્લે ઈન્ડિયા, SBI, LT, HDFC, UPL જેવી કંપનીઓના શેર નિફ્ટીના ટોપ ગેનર્સમાં હતા, જ્યારે હુલ, કોટક બેંક, HDFC લાઈફ જેવી કંપનીઓના શેરમાં વધારો થયો હતો. અભિનેતા અજય દેવગણ પણ તેની ફિલ્મો દૃષ્યમ 2 અને થેંક ગોડના પ્રચાર માટે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન BSE પહોંચ્યા હતા. તેમણે મુહૂર્ત ટ્રેડિંગની શરૂઆતની ઘંટડી વગાડી. બીજી તરફ ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણ અને પ્રવિણ આમરેએ NSEમાં ઓપનિંગ બેલ વગાડ્યો હતો.

સેન્સેક્સ મહત્તમ 59,994 પોઇન્ટ અને લઘુત્તમ 59,776 પોઇન્ટને સ્પર્શ્યો હતો
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2022 દરમિયાન, સેન્સેક્સ 60,000ના સ્તરની ખૂબ નજીક પહોંચી ગયો હતો. તે 0.88 ટકા અથવા 524.51 પોઈન્ટ વધીને 59,831.66 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ દરમિયાન સેન્સેક્સ મહત્તમ 59,994 પોઈન્ટ અને ન્યૂનતમ 59,776 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર ગ્રિન સિમ્બોલ અને 2 શેર રેડ સિમ્બોલ પર બંધ થયા હતા.

ADVERTISEMENT

નિફ્ટીના 50માંથી 48 શેરો ગ્રિન સિમ્બોલ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા
મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પણ સારી લીડ સાથે 17,736 પોઈન્ટ પર ખુલ્યો હતો. તે એક કલાકના વેપારમાં 0.88 ટકા અથવા 154.45 પોઈન્ટ વધીને 17,730.75 પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી મહત્તમ 17,777 પોઈન્ટ અને ન્યૂનતમ 17,707 પોઈન્ટ સુધી ગયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 48 શેર ગ્રિન સિમ્બોલ પર અને ત્રણ શેર રેડ સિમ્બોલ પર બંધ થયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT