Rules Change From 1 August 2024: 1 કે 2 નહીં 4 નિયમો બદલાશે, બધા કામ પડતાં મૂકીને ફટાફટ જાણી લો

ADVERTISEMENT

New Rules
1 ઓગસ્ટથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો
social share
google news

New Rules From 1st August 2024: દર મહિનાની પહેલી તારીખે કેટલાક ફેરફારો થાય છે. અહીં અમે તમને એવા ફેરફારો વિશે જણાવી રહ્યા છીએ, જે 1 ઓગસ્ટ 2024થી થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર સીધા તમારા ખિસ્સા પર પડશે. 1 ઓગસ્ટે LPG ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ જશે. સાથે જ HDFC ક્રેડિટ કાર્ડ ચાર્જમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. અહીં જાણો 1 ઓગસ્ટથી ક્યાં નિયમો બદલાશે.

LPG ગેસ સિલિન્ડરના ભાવ

દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી થાય છે. ત્યારે આગામી 1 ઓગસ્ટના રોજ કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. ગયા મહિને સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. આ વખતે પણ સરકાર ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે તેવી આશા છે.

HDFC Bankના ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે

પેમેન્ટ કરવા માટે CRED, Cheq, MobiKwik, Freecharge અને આવી અન્ય સર્વિસનો ઉપયોગ કરતા ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન એમાઉન્ટ પર 1% ચાર્જ લાગશે, જે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹3000 સુધી મર્યાદિત છે. ફ્યૂલ ટ્રાન્ઝેક્શનમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન 15000થી ઓછા ટ્રાન્ઝેક્શન પર કોઈ એકસ્ટ્રા ચાર્જ નહીં લાગે. જોકે, 15000થી વધુના ટ્રાન્ઝેક્શન પર રકમ પર 1 ટકા ચાર્જ લાગશે, જે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹3,000 સુધી મર્યાદિત છે.  ફ્યુઅલ ટ્રાન્ઝેક્શનને લઈને જે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, તે અંતર્ગત જો કાર્ડધારક 15,000 રૂપિયાથી ઓછી ઓઈલ પેમેન્ટ કરે છે તો કોઈ ફી વસૂલવામાં આવશે નહીં, પરંતુ તેનાથી વધુ ટ્રાન્ઝેક્શન માટે 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. વીમા પ્રીમિયમની ચુકવણી વિશે વાત કરીએ તો, વીમા ચુકવણીઓ પર કોઈ વધારાના શુલ્ક ચૂકવવા પડશે નહીં.

ADVERTISEMENT

યુટિલિટી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે

₹50,000થી ઓછા ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. ₹50,000થી વધુના ટ્રાન્ઝેક્શન  સમગ્ર રકમ પર 1% ચાર્જ લાગશે, જે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹3000 સુધી મર્યાદિત છે. CRED, Cheq, MobiKwik અને અન્ય જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ લાગશે, જે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹3000 સુધી મર્યાદિત છે. ₹100થી ₹1,300 સુધીની બાકી રકમના આધારે લેટ પેમેન્ટ ચાર્જ પ્રક્રિયામાં સુધારો કરવામાં આવ્યો છે. કોઈપણ ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોર પર ઈઝી-ઈએમઆઈ વિકલ્પનો લાભ ઉઠાવવા પર ₹299 સુધી EMI પ્રોસેસિંગ ચાર્જ લાગશે. HDFC બેંક 1 ઓગસ્ટ, 2024થી તેના Tata Neu Infinity અને Tata Neu Plus ક્રેડિટ કાર્ડ્સમાં ફેરફારો કરશે. 1 ઓગસ્ટ, 2024થી Tata New Infinity HDFC બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સે Tata New UPI IDનો ઉપયોગ કરીને કરવામાં આવેલ UPI ટ્રાન્ઝેક્શન પર 1.5% NewCoins મળશે.

ગૂગલ મેપ નિયમોમાં ફેરફાર

ગૂગલ મેપ (Google Maps)એ ભારતમાં તેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જે 1 ઓગસ્ટ 2024થી સમગ્ર દેશમાં લાગુ થશે. કંપનીએ ભારતમાં તેની સેવાઓના ચાર્જિસમાં 70 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ સાથે જ હવે ગૂગલ મેપ તેની સેવાઓ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પૈસા લેશે. જોકે, આ ફેરફાર સામાન્ય યુઝર્સ અસર કરશે નહીં કારણ કે તેમના માટે કોઈ ચાર્જ લાદવામાં આવ્યા નથી. 

ADVERTISEMENT

ઓગસ્ટમાં બેંકોમાં રજા

ઓગસ્ટ મહિનો આવવાનો છે. વર્ષ 2024માં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે. તેમાં બધા રવિવાર, બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. શનિ-રવિને કારણે ઓગસ્ટ મહિનામાં છ દિવસ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત વિવિધ તહેવારોને કારણે સાત દિવસની રજા રહેશે. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 19મી ઓગસ્ટે રક્ષાબંધન અને 26મી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે બેંકો બંધ રહેશે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT