Rule Change: LPG સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી...આજથી દેશમાં થયા આ 6 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

ADVERTISEMENT

Rule Change
નિયમો બદલાયા
social share
google news

Rule Change: જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે અને આજથી ઓગસ્ટ મહિના (August 2024)ની શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે જ પહેલી તારીખથી દેશમાં ઘણા ફેરફારો (Rule Change From 1st August)  થયા છે. આ એવા ફેરફારો છે, જે તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા છે. જેમાં એક તરફ એલપીજી સિલિન્ડરની કિંમત  (LPG Cylinder Price)માં ફેરફાર થયો છે. તો બીજી તરફ HDFC બેંકના ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફારથી લઈને ફાસ્ટેગના નવા નિયમો (FasTag Rule Change) લાગુ થઈ ગયા છે. ચાલો જાણીએ આવા જ 6 મોટા ફેરફારો વિશે...

LPG સિલિન્ડરના ભાવ

આજથી ઓગસ્ટ મહિનો શરૂ થયો છે અને 1 ઓગસ્ટ 2024ના રોજ એલપીજી ગેસ સિલિન્ડર પર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. જી હાં, બજેટ બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ની કિંમતોમાં વધારો કર્યો છે. આ વખતે પણ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાયા છે, જ્યારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.  કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1 ઓગસ્ટ ગુરુવારથી 8.50 રૂપિયા મોંઘા થઈ ગયા છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો. 

IOCL વેબસાઇટ અનુસાર, રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત (Delhi LPG Cylinder Price) 1646 રૂપિયાથી વધીને 1652.50 રૂપિયા થઈ ગઈ છે, તો કોલકાતામાં 1756 રૂપિયાથી વધીને 1764.5 રૂપિયા, મુંબઈમાં 1598 રૂપિયાથી વધીને 1605 રૂપિયા અને ચેન્નાઇમાં 1809.50 રૂપિયાથી વધીને 1817 રૂપિયા થઇ ગયા છે.

ADVERTISEMENT

ITR ભરવા પર લાગશે દંડ

પહેલી તારીખથી લાગુ થયેલો બીજો ફેરફાર ઈનકમ ટેક્સ સાથે સંબંધિત છે, જો તમે 31 જુલાઈ, 2024 સુધીમાં તમારું ITR ફાઈલ કર્યું નથી, તો હવે તમારે આઈટીઆર રિટર્ન ફાઈલ કરતી વખતે દંડ ભરવો પડશે. આવકવેરા વિભાગની માર્ગદર્શિકા અનુસાર, કરદાતાઓ વર્ષના અંત સુધી એટલે કે 31મી ડિસેમ્બર 2024 સુધી વિલંબિત ITR ફાઈલ  (Belated ITR Filing) કરી શકે છે. રિટર્ન દંડ ભરીને ફાઈલ કરી શકાશે.  જો તમારી આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તો ITR ફાઈલ કરવા પર 1,000 રૂપિયાનો દંડ અને જો તમારી આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

HDFC Bank ક્રેડિટ કાર્ડ 

પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક HDFC Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા યુઝર્સ માટે પણ 1 ઓગસ્ટથી તારીખ ફેરફાર લાવી રહી છે. વાસ્તવમાં HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી(Rent Payment)   માટે થર્ડ પાર્ટી એપ CRED, Paytm, Mobikwik, Freecharge અને અન્ય દ્વારા કરવામાં આવશે, તો તે ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ચાર્જ લગાવવામાં આવશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શન લિમિટ 3000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ફ્યુલ ટ્રાન્ઝેક્શન પર 15,000 રૂપિયાથી ઓછી લેવડ દેવડ પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે, જોકે, 15,000 રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર કુલ રકમ પર 1% ચાર્જ લાગશે.

ADVERTISEMENT

Google Mapના ચાર્જ 

ગૂગલ મેપ પણ 1 ઓગસ્ટ, 2024થી ભારતમાં તેના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જે પહેલી તારીખથી સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહ્યું છે. હકીકતમાં વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને પોતાની ગૂગલ મેપ સર્વિસ પર ભારતમાં લગાવવામાં આવતા ચાર્જીસ 70 ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરી છે. આ સિવાય હવે ગૂગલ પોતાની મેપ સર્વિસનું પેમેન્ટ ડોલરને બદલે ભારતીય રૂપિયામાં લેશે.

ADVERTISEMENT

ઓગસ્ટમાં 13 દિવસ બંધ રહેશે બેંકો

ઓગસ્ટ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. વર્ષ 2024માં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે. તેમાં બધા રવિવાર, બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. શનિ-રવિને કારણે ઓગસ્ટ મહિનામાં છ દિવસ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત વિવિધ તહેવારોને કારણે સાત દિવસની રજા રહેશે. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 19મી ઓગસ્ટે રક્ષાબંધન અને 26મી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે બેંકો બંધ રહેશે. 

FasTag ના નિયમો બદલાયા 

આજથી વાહનચાલકો માટે પણ નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. વાસ્તવમાં 1 ઓગસ્ટ 2024થી 31 ઓક્ટોબર 2024ની વચ્ચે FasTag KYC પ્રોસેસ પૂરી કરવી પડશે. આ સાથે હવે વાહનચાલકોએ તેમના 3 વર્ષથી વધુ જૂનું ફાસ્ટેગ બદલવું પડશે અને નવું મેળવવું પડશે.

    follow whatsapp

    ADVERTISEMENT