Rule Change: 1 જુલાઈથી થશે મોટો ફેરફાર...Credit Card થી ભરો છો બિલ, તો થઈ જાવ એલર્ટ!
Rule Change For Credit Card: જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. વાસ્તવમાં, સાત દિવસ બાદ એટલે કે 1 જુલાઈ 2024થી ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ સંબંધિત ફેરફારો થવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
Rule Change For Credit Card: જો તમે પણ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. વાસ્તવમાં, સાત દિવસ બાદ એટલે કે 1 જુલાઈ 2024થી ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ સંબંધિત ફેરફારો થવા જઈ રહ્યા છે. આ પછી કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે. આ પ્લેટફોર્મ્સમાં ક્રેડ (CRED), ફોન પે (PhonePe), બિલડેસ્ક (BillDesk) જેવા કેટલાક ફિનટેકનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શું ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની યુઝર્સ પર શું અસર પડશે?
1 જુલાઈથી લાગુ થશે નિયમ
જૂન મહિનો ખતમ થવાનો છે અને એક અઠવાડિયા પછી જુલાઈ મહિનો શરૂ થશે. આ વચ્ચે દર મહિનાની જેમ જ આવતા મહિને પણ દેશમાં કેટલાક ફેરફારો (Rule Change From 1st July) થવા જઈ રહ્યા છે અને તેમાં એક મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા બિલ પેમેન્ટ્સ સાથે સંબંધિત છે. રિપોર્ટ અનુસાર, RBIના નવા રેગ્યુલેશન અનુસાર, 1 જુલાઈથી તમામ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા જ થવા જોઈએ. એટલે કે તમામે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા બિલિંગ કરવાનું રહેશે.
8 બેંકોએ કર્યું પાલન
સેન્ટ્રલ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલી ડેડલાઈન બાદ પણ હજુ સુધી ઘણી મોટી બેંકો છે, જેણે નવા ફેરફાર હેઠળ નિયમોમાં ફેરફાર કર્યો નથી અને તેમાં HDFC Bank-ICICI Bank અને Axis Bank જેવા મોટા નામો સામેલ છે. ETના એક રિપોર્ટનું માનીએ તો, RBIના નવા નિયમન મુજબ લગભગ 8 બેંકોએ નવા નિયમનું પાલન કર્યું છે, જેમાં SBI કાર્ડ, બેંક ઓફ બરોડા કાર્ડ (BoB કાર્ડ), કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાનું લક્ષ્ય
રિઝર્વ બેંક દ્વારા આ નવો રેગ્યુલેશન વાસ્તવમાં પેમેન્ટની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવા અને ભારતના પેમેન્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની સાથે મેળીને BBPSએ અલગ-અલગ પેમેન્ટ સિર્વિસ માટે એક જ પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હવે તેને લાગુ કરવાની ડેડલાઈન નજીક આવી રહી છે અને જો બેંકો નિર્ધારિત સમયમાં તેનું પાલન નહીં કરે, તો તે તેમની સાથે-સાથે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ પર નિર્ભર ફિનટેક (Fintech)પ્લેટફોર્મ્સ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
આખરે શું છે BBPS?
અહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ BBPS એટલે કે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શું છે? આ બિલ પેમેન્ટની એક ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઓનલાઈન બિલ પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે. તે NPCI ની દેખરેખ હેઠળ કામ કરે છે. ભારત બિલ પે એ એક એવો ઈન્ટરફેસ છે, જે ફોનપે, ક્રેડ સહિત અન્ય ફિનટેક પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે અને તેના માધ્યમથી અલગ-અલગના બદલે એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારના ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરી શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT