3.44 રૂપિયાનો શેર 1300ને પાર, નમિતા થાપરને થઈ અધધ...કમાણી

ADVERTISEMENT

Emcure Pharma Listing
શેર બજાર
social share
google news

Emcure Pharma Listing: ભારતીય બિઝનેસ શૉ શાર્ક ટેન્ક (Shark Tank)ના જજ નમિતા થાપરના રોકાણવાળી કંપની એમક્યોર ફાર્માના શેર (Emcure Pharma Share)નું શેરબજારમાં બુધવારે લિસ્ટિંગ થઈ ચૂક્યું છે. તેના શેર BSE-NSE પર 31 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયા છે. IPOના માર્કેટમાં લિસ્ટિંગની સાથે સામાન્ય રોકાણકારોની સાથે નમિતા થાપરને પણ તગડો નફો થયો છે. વાસ્તવમાં તેમણે કંપનીના પ્રારંભિક તબક્કામાં માત્ર 3.44 રૂપિયાના હિસાબથી શેર ખરીદ્યા હતા. 

31 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો શેર

સૌથી પહેલા વાત કરીએ Emcure Pharma IPOના લિસ્ટિંગની, તો તમને જણાવીએ કે તેના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પર 31.45 ટકાના પ્રીમિયમની સાથે 1325.05 રૂપિયા પર લિસ્ટ થયા છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં પણ તેનું લિસ્ટિંગ સમાન કિંમતે થયું છે. નોંધનીય છે કે આ ફાર્મા કંપનીનો IPO 3થી 5 જુલાઈ દરમિયાન ઓપન થયો હતો અને તેણે કુલ 67.87 ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું. સૌથી વધારે બોલી નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ (NII) કેટેગરીમાં લગાવવામાં આવી હતી અને આ 49.32 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

આટલી હતી IPOની પ્રાઇસ બેન્ડ

IPO રજૂ કરતી વખતે Emcure Pharmaએ કંપનીના શેર માટે રૂ. 960-1008 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. BSE પર લિસ્ટિંગ બાદ કંપનીના શેર અચાનક 3 ટકાથી વધુ વધીને રૂ. 1384 પર પહોંચી ગયા હતા. કંપની દ્વારા 14 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી હતી અને કુલ 19,365,346 શેર માટે બિડ મંગાવવામાં આવી હતી. 

ADVERTISEMENT

નમિતા થાપરે કમાયા 100 કરોડથી વધારે!

Emcure Pharma માં પ્રમોટર ગ્રુપમાં સામેલ શાર્ક ટેન્ક જજ નમિતા થાપરને શેર બજાર  (Stock Market)માં કંપનીના શેરના લિસ્ટિંગની સાથે જ એક ઝટકે જ 100 કરોડ રૂપિયાથી વધારેનો ફાયદો થયો છે. ઈટીના રિપોર્ટ અનુસાર,  માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર, થાપરની પાસે કંપનીના લગભગ 63 લાખ શેર છે.  

3.44 રૂપિયાના ભાવે ખરીદ્યા હતા શેર

જ્યારે નમિતા થાપરે કંપનીના શેરમાં રોકાણ કર્યું હતું, ત્યારે તેમણે તેને 3.44 રૂપિયા પ્રતિ શેરના વેઈટેડ ભાવે ખરીદ્યા હતા અને આ IPO હેઠળ તેમણે ઑફર ફોર સેલ એટલે કે OFS દ્વારા 12 લાખથી વધુ શેર માટે બિડ માંગી હતી. હવે 31 ટકાના પ્રીમિયમ પર લિસ્ટિંગની સાથે તેમના દ્વારા સેલ કરવામાં આવેલા શેરની ખરીદી કિંમત મુજબ તેમને 120 કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો છે.  
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT