Royal Enfield લાવી રહ્યું છે નવું ઈલેક્ટ્રિક બુલેટ, Photo થયો લીક! જાણો ક્યારે થશે લૉન્ચ

ADVERTISEMENT

Royal Enfield
....આવી રહ્યું છે ઈલેક્ટ્રિક બુલેટ
social share
google news

Royal Enfield’s First Electric Bike: દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને લઈને ઓટો કંપનીઓ ઘણી ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં બજાજ  ઓટો, ટીવીએસ અને હીરો મોટોકોર્પ જેવી મોટી ટુ-વ્હીલર કંપનીઓની પાસે એક-એક ઈલેક્ટ્રિક સ્કૂટર છે. હવે રોયલ એનફિલ્ડ પણ આમાં જોડાવા જઈ રહ્યું છે અને તેના માટે કંપનીએ તેના નવા મોડલ માટે જે ડિઝાઈન પેટન્ટ કરાવી છે, તે લીક થઈ ગઈ છે. સૂત્ર અનુસાર, બજાજ આ બાઈકને આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષે ઓટો એક્સપો 2025માં રજૂ કરી શકે છે.

બાઈકમાં શું હશે ખાસ?

રોયલ એનફિલ્ડની નવી ઈલેક્ટ્રિક બાઈકની પેટન્ટ ડિઝાઈનને જોઈને સ્પષ્ટ લાગે છે કે તે કંપનીની હાલની તમામ બાઈક કરતાં પાતળી હશે. તે ક્રૂઝ લુકમાં આવી શકે છે. નવું મોડલ કંપનીની 350cc રેન્જની બાઇક જેવો જ પાવર આપશે. નવું મૉડલ એક નવી ફ્રેમ પર આધારિત હશે, જેના કારણે બાઈકને ન માત્ર સ્ટાઇલિશ લુક મળશે પરંતુ પરફોર્મન્સમાં પણ સારો તફાવત જોવા મળશે.

સિંગલ સીટ, વધારે આરામ

રોયલ એનફિલ્ડની નવી ઈલેક્ટ્રિક બાઈકમાં સિંગલ સીટ મળશે, જે તેના સેગમેન્ટમાં સૌથી આરામદાયક સીટ પણ હોઈ શકે છે. ડિઝાઈનની પેટન્ટ જોઈને અનુમાન લગાવી શકાય છે કે બેટરી પેક માટે પણ આ જ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવશે. આટલું જ નહીં, તેમાં લગાવેલ મોટર યુનિટ દેખાશે નહીં, જે બાઈકના લુકને વધુ આકર્ષક બનાવશે. સારા બ્રેકિંગ માટે આ બાઈકમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ અને બંને ટાયરમાં ડિસ્ક બ્રેકની સુવિધા મળશે. સારી વાત એ છે કે ડિઝાઈન પેટન્ટની સાથે જ Royal Enfield ઈલેક્ટ્રિક બાઈકનું લોન્ચિંગ ટૂંક સમયમાં થઈ શકે છે.

ADVERTISEMENT

મળશે આ ફીચર્સ

બાઈકની ડિઝાઇન ક્લાસિક સ્ટાઈલમાં હોઈ શકે છે. તેમાં રાઉન્ડ હેડલાઇટ્સ હશે. આ સિવાય ટર્ન ઈન્ડિકેટર અને ORVM જેવા ફીચર્સ પણ બાઇકમાં મળી શકે છે. આ સિવાય બાઇકમાં ડિજિટલ સ્પીડોમીટર હશે જે કનેક્ટેડ ફીચર્સથી સજ્જ હશે. આ સિવાય બાઇકમાં બ્લૂટૂથ, નેવિગેશન, હાઇ સ્પીડ એલર્ટ જેવા ફીચર્સ મળી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT