આ કંપનીના IPOએ મચાવ્યો તહેલકો, 4,53,000 રૂપિયા કમાવાની શાનદાર તક!

ADVERTISEMENT

Hariom Atta
4,53,000 રૂપિયા કમાવાની તક!
social share
google news

હરિઓમ આટ્ટા કંપની (Hariom Atta) નો IPO ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે, જેના કારણે રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ IPOને શરૂઆતના બે દિવસમાં માત્ર 204 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે છેલ્લા દિવસે રિટેલ રોકાણકારોએ અત્યાર સુધીમાં 1500 ગણો સબસ્ક્રાઈબ કર્યો છે. કુલ આ આઈપીઓને 1040 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવી ચૂક્યો છે. હજુ પણ આમાં દાવ લગાવવાની તક છે.   

16 મેના રોજ ખુલ્યો હતો IPO

હરિઓમ અટ્ટાનો IPO 21 મે, 2024 સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. કંપનીનો આઈપીઓ 16 મેના રોજ દાવ લગાવવા માટે ખુલ્યો હતો. હરિઓમ અટ્ટા શેર (Hariom Atta Share) ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યા છે. કંપનીના શેર 314.58%ના પ્રીમિયમ પર ગ્રે માર્કેટમાં લિસ્ટ થવાનું અનુમાન છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ આ IPOમાં નાણાંનું રોકાણ કરે છે, તો તેમની રકમ 4 ગણી વધારે થઈ જશે. 

199 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે શેર

Hariom Atta & Spice SME IPO નું છેલ્લું GMP ₹151 છે. જ્યારે IPOની પ્રાઈસ બેન્ડ 48 રૂપિયા પ્રતિ શેર છે. એવો અંદાજ છે કે હરિઓમ અટ્ટાના શેર રૂ. 199માં લિસ્ટ થશે, જે પ્રાઈસ બેન્ડ કરતા 314.58 ટકા વધુ છે.

ADVERTISEMENT

24 મેના રોજ લિસ્ટ થશે આ IPO

Hariom Atta & Spice SME IPOની ફિક્સ પ્રાઈસ ઈશ્યુ 5.54 કરોડ રૂપિયા છે, જે અંતર્ગત કુલ 11.55 લાખ શેરનો તાજો ઈશ્યુ જારી કરવામાં આવ્યો છે. આ IPO હેઠળ શેરનું એલોટમેન્ટ બુધવારે 22 મેના રોજ કરાશે. આ IPO 24 મેના રોજ NSE પર લિસ્ટ થશે.

4,53,600 રૂપિયા કમાણીની તક

જો તમે આ IPOમાં પૈસા રોકવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા 3000 શેર ખરીદવા પડશે. જેના માટે રિટેલ રોકાણકારો ₹144,000નું રોકાણ કરી શકે છે. જ્યારે હાઈ નેટવર્થ રોકાણકારો ઓછામાં ઓછા બે લોટ ખરીદી શકે છે, જેના માટે તેમણે ઓછામાં ઓછા ₹288,000નું રોકાણ કરવું પડશે. આવી સ્થિતિમાં જો રિટેલ રોકાણકારો તેનો એક લોટ ખરીદે તો તેમની કમાણી 453,600 રૂપિયા થશે. રોકાણ કરેલી રકમ આમાં સામેલ નથી.

ADVERTISEMENT

શું કરે છે કંપની?

2018માં સ્થાપિત HOAC ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ આટા, મસાલા અને અન્ય ખાદ્ય પ્રોડક્ટ્સ બનાવે છે. બ્રાન્ડનું નામ ''હરિઓમ''નો ઉપયોગ ખાસ બ્રાન્ડ આઉટલેટના માધ્યમથી દિલ્હી-NCR અને તેની આસપાસ લોટ, જડીબૂટીઓ અને મસાલાઓ, પિલિંશિંગ વગરની દાળ, અનાજ અને પિસેલું સરસવના તેલનો કારોબાર અને વેચાણ કરવામાં કરવામાં આવે છે. 

ADVERTISEMENT

નોંધઃ કોઈપણ IPOમાં પૈસા લગાવતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો. 

    follow whatsapp

    ADVERTISEMENT