શું ખાશે જનતા? મોંઘવારી થઈ આઉટ ઓફ કન્ટ્રોલ, 15 મહિનાની ટોચે પહોંચ્યો ફુગાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: શાકભાજીના વધેલા ભાવને કારણે છૂટક મોંઘવારી દર જુલાઈમાં 15 મહિનાના ટોચે પહોંચી ગયો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર રિટેલ મોંઘવારી દર 7.44 ટકા પર પહોંચી ગયો છે. જૂન મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો 4.87 ટકા હતો. તે જ સમયે, ગયા વર્ષે જુલાઈ મહિનામાં તે 6.71 ટકા હતો. જુલાઈ 2023 પહેલા, છૂટક ફુગાવાનો દર એપ્રિલ 2022માં સૌથી વધુ 7.79 ટકા હતો. જુલાઈમાં કન્ઝ્યુમર ફૂડ ઈન્ડેક્સ ફુગાવો વધીને 11.51 ટકા થયો હતો. જ્યારે ફૂડ એન્ડ બેવરેજીસ બાસ્કેટમાં ફુગાવો વધીને 10.57 ટકા થયો હતો. જૂનમાં શાકભાજીમાં છૂટક ફુગાવો -0.93 ટકા હતો. જુલાઈમાં તે વધીને 37.34 ટકા થયો હતો.

મોંઘવારી ક્યાં સુધી ઘટશે?
બિઝનેસ ટુડે અનુસાર, Acuité Ratings & Research ના રિસર્ચ હેડ, સુમન કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારા મતે, શાકભાજીની ખેતીના ટૂંકા ચક્ર અને સરકાર દ્વારા ભાવ ઘટાડવાના કેટલાક પગલાં સાથે, શાકભાજીના ભાવમાં આટલું ઊંચું સ્તર નવેમ્બર-ડિસેમ્બર 2023 પછી પણ ચાલુ રહેવાની શક્યતા નથી. તેથી, ખાદ્ય ફુગાવો બે થી ત્રણ મહિના પછી હળવો થવાની સંભાવના છે.

રિઝર્વ બેંકનું ટેન્શન વધશે
રિટેલ ફુગાવાના તાજેતરના આંકડાએ રિઝર્વ બેંકનું ટેન્શન વધાર્યું છે. સતત ચાર મહિના સુધી નિયંત્રણમાં રહ્યા બાદ રિટેલ ફુગાવો ફરી એકવાર ઉછળ્યો છે. જુલાઈ મહિનામાં રિટેલ ફુગાવાનો દર રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત 2-6 ટકાના લક્ષ્યાંકને વટાવી ગયો છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ પૂર્ણ થયેલી નાણાકીય નીતિની બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફુગાવાનો દર ટાર્ગેટથી ઉપર ગયા બાદ રિઝર્વ બેંક પર રેપો રેટ વધારવાનું દબાણ આવી શકે છે.

ADVERTISEMENT

જથ્થાબંધ ફુગાવો ઘટ્યો
જો કે બીજી તરફ આજે આવેલા જથ્થાબંધ મોંઘવારીના આંકડામાં રાહતના સંકેત દેખાઈ રહ્યા છે. જથ્થાબંધ મોંઘવારી સામે જુલાઇ મહિનામાં લોકોને રાહત મળી છે. જુલાઈમાં પણ જથ્થાબંધ ભાવ સૂચકાંક નકારાત્મક ઝોનમાં રહ્યો હતો. જથ્થાબંધ ફુગાવાના દરમાં -1.36 ટકાનો ઘટાડો નોંધાયો છે. જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં -4.12 ટકાનો ઘટાડો થયો છે. આ સતત ચોથો મહિનો છે જ્યારે ખાદ્ય ઉત્પાદનોની વધતી કિંમતો વચ્ચે જથ્થાબંધ મોંઘવારી સૂચકાંક શૂન્યથી નીચે છે.

    follow whatsapp

    ADVERTISEMENT