કોલ્ડ્રીંક બાદ હવે મુકેશ અંબાણી આઈસક્રીમ માર્કેટમાં ધમાલ મચાવશે, ગુજરાતની કંપની સાથે કરી શકે મોટી ડીલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: તેલ, ગેસ અને ટેલિકોમ બિઝનેસ બાદ હવે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આ ઉનાળામાં રિટેલ સેક્ટરમાં ધમાલ મચાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ગયા મહિને તેમની કોલ્ડ ડ્રિંક બ્રાન્ડ કેમ્પા કોલા લોન્ચ કર્યા પછી, અંબાણી હવે ઉનાળાની સૌથી વધુ માંગવાળી આઇટમ આઈસ્ક્રીમ પર નજર રાખી રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.

રિપોર્ટ છે કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ તેની ઈન્ડિપેન્ડન્સ બ્રાન્ડ સાથે આઈસ્ક્રીમ બિઝનેસમાં પ્રવેશ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિપેન્ડન્ટ બ્રાન્ડ કંપનીએ ગયા વર્ષે લોન્ચ કરી હતી, જેમાં મસાલા, ખાદ્ય તેલ, કઠોળ, અનાજ અને પેકેજ્ડ ફૂડથી લઈને ખાદ્ય પદાર્થોની સંપૂર્ણ શ્રેણી સામેલ હતી. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ આઇસક્રીમ બનાવવાનું આઉટસોર્સિંગ કરવા માટે ગુજરાત સ્થિત કંપની સાથે વાતચીત કરી રહી છે.

ભારતમાં આઈસક્રિમ માર્કેટ 20,000 કરોડનો
બજારના નિષ્ણાતોના મતે ભારતમાં આઈસ્ક્રીમનો કારોબાર આશરે રૂ. 20,000 કરોડનો હોવાનો અંદાજ છે, જેમાં સંગઠિત ક્ષેત્રનો હિસ્સો લગભગ અડધો છે. અમૂલ, વાડીલાલ, ક્વોલિટી વોલ્સ જેવી કંપનીઓ અહીં માર્કેટ લીડર છે. આ ઉપરાંત, પ્રાદેશિક સ્તરે, ઘણી કંપનીઓ પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ખૂબ જ મજબૂત બિઝનેસ કરી રહી છે.

ADVERTISEMENT

ગુજરાતની કંપની સાથે વાતચીત
રિપોર્ટ અનુસાર, રિલાયન્સ આ બિઝનેસમાં સીધો પગ નહીં મૂકે. તેના બદલે તે ગુજરાતમાં મોટી કંપની ખરીદી શકે છે. આ કંપની સાથે રિલાયન્સની વાતચીત અંતિમ તબક્કામાં છે. કંપની આ ઉનાળામાં પોતાનો આઈસ્ક્રીમ લોન્ચ કરી શકે છે. કંપની તેના સમર્પિત ગ્રોસરી રિટેલ આઉટલેટ Jio Mart દ્વારા આઈસ્ક્રીમ વેચી શકે છે. જો કે નામ શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT