Reliance AGM 2023: જામનગરમાં JIO સ્થાપશે મોટી ફેક્ટરી, હજારો નોકરીઓનું સર્જન

ADVERTISEMENT

Jamnagar Reliance Jio
Jamnagar Reliance Jio
social share
google news

Reliance AGM 2023 : સોમવારે મળેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મોટી જાહેરાત થઇ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બોર્ડમાં મોટા ફેરફાર સાથે સાથે ગુજરાત માટે પણ એક મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં રિલાયન્સ દ્વારા પોતાની બેટરી બનાવવા માટેની ફેક્ટરીની સ્થાપના ગુજરાતના જામનગરમાં કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

2026 માં ગીગા ફેક્ટરીની સ્થાપના કરવામાં આવશે

રિલાયન્સ AGM 2023 માં તેમના સંબોધનમાં RIL ના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે, જૂથ 2026 સુધીમાં બેટરી ગીગા ફેક્ટરી સ્થાપશે. આ સમગ્ર ફેક્ટ્રીનું નિર્માણ જામનગરમાં સ્થાપિત થશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના એનર્જી બિઝનેસમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જો કે હવે રિલાયન્સ રિન્યુએબલ એનર્જી અને એનર્જી સેક્ટરમાં મહત્તમ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

ADVERTISEMENT

JIO વિમા અને ફાયનાન્સ સર્વિસમાં પણ આવશે

આ ઉપરાંત JIO હવે ફાયનાન્સ અને વીમા ક્ષેત્રમાં પ્રવેશની પણ જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ કહ્યું કે, JIO ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા 142 કરોડ ભારતીયોને નાણાકીય સેવાઓ પુરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે, JIO ફાઇનાન્સ સર્વિસ બ્લોકચેન અને CBDT આધારિત પ્રોડક્ટ્સને પણ લોન્ચ કરશે, જેમાં જીવન અને સ્વાસ્થય વીમાનો પણ સમાવેશ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT