રિલાયન્સે જર્મન કંપની મેટ્રોનો ભારતીય બિઝનેસ હસ્તગત કર્યો, રૂ. 2850 કરોડમાં ડિલ થઈ
દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જર્મન ફર્મ મેટ્રો એજીનો ભારતમાં જથ્થાબંધ બિઝનેસ ₹2,850 કરોડમાં હસ્તગત કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અધિગ્રહણ સાથે, રિલાયન્સના વડા મુકેશ અંબાણી…
ADVERTISEMENT
દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જર્મન ફર્મ મેટ્રો એજીનો ભારતમાં જથ્થાબંધ બિઝનેસ ₹2,850 કરોડમાં હસ્તગત કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ અધિગ્રહણ સાથે, રિલાયન્સના વડા મુકેશ અંબાણી ભારતના રિટેલ જાયન્ટમાં પોતાનું વર્ચસ્વ મજબૂત કરવા માંગે છે. અહેવાલો અનુસાર, મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ આ ડીલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RRVL (રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ) એ 100 ટકા હિસ્સાની ખરીદી માટે મેટ્રો કેશ એન્ડ કેરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ 2850 કરોડ રૂપિયામાં થઈ છે.
જર્મન ફર્મ મેટ્રો એજીએ 2003માં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો
જર્મન કંપની મેટ્રો એજીએ 2003માં કેશ એન્ડ કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનારી પ્રથમ કંપની તરીકે ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. કંપની હાલમાં લગભગ 3,500 કર્મચારીઓ સાથે 21 શહેરોમાં 31 મોટા ફોર્મેટ સ્ટોર ચલાવે છે. મલ્ટિ-ચેનલ B2B કેશ એન્ડ કેરી જથ્થાબંધ વેપારી તરીકે, કંપની ભારતમાં 3 મિલિયનથી વધુ B2B ગ્રાહકો સુધી પહોંચે છે.
કંપનીનું શ્રેષ્ઠ વેચાણ પ્રદર્શન..
જેમાંથી 1 મિલિયન ગ્રાહકો તેના સ્ટોર નેટવર્ક અને eB2B એપ્સ દ્વારા ખરીદી કરે છે. મેટ્રો ઈન્ડિયાએ પોતાને કિરાના અને અન્ય નાના વ્યવસાયો અને વેપારીઓ માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કર્યા છે. નાણાકીય વર્ષ 2021/22 (સપ્ટેમ્બર 2022 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ), મેટ્રો ઇન્ડિયાએ ₹7700 કરોડ (€926 મિલિયન)નું વેચાણ પોસ્ટ કર્યું છે જે ભારતીય બજારમાં પ્રવેશ્યા પછી કંપનીનું શ્રેષ્ઠ વેચાણ પ્રદર્શન છે.
ADVERTISEMENT
મેટ્રો ઈન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું…
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ એક્વિઝિશન દ્વારા, રિલાયન્સ રિટેલને ભારતના મોટા શહેરોમાં મુખ્ય સ્થાનો પર સ્થિત મેટ્રો ઈન્ડિયા સ્ટોર્સના વિશાળ નેટવર્કની ઍક્સેસ મળશે. કંપની રજિસ્ટર્ડ કિરાના અને અન્ય સંસ્થાકીય ગ્રાહકો, મજબૂત સપ્લાયર નેટવર્ક અને મેટ્રો ઈન્ડિયા દ્વારા અમલમાં મૂકાયેલી કેટલીક વૈશ્વિક શ્રેષ્ઠ ઓપરેટિંગ તકનીકોનો મોટો આધાર મેળવશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સંપાદન રિલાયન્સ રિટેલના ભૌતિક સ્ટોર ફૂટપ્રિન્ટ અને સપ્લાય ચેઈનને નોંધપાત્ર રીતે વધારશે. નેટવર્ક ટેક્નોલોજી પ્લેટફોર્મ્સ અને સોર્સિંગ ક્ષમતાઓમાં સિનર્જી અને કાર્યક્ષમતાનો લાભ લઈને ગ્રાહકો અને નાના વેપારીઓને વધુ સારી રીતે સેવા આપવાની અમારી ક્ષમતાને વધુ મજબૂત કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT