ભાવવધારાને રોકવા RBIએ વ્યાજ દર વધાર્યો, આવતા વર્ષે ફુગાવો 6 ટકાથી નીચે આવી શકે છે
દિલ્હીઃ RBIની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના સભ્ય અશિમા ગોયલે બુધવારે જણાવ્યું હતું કે વારંવાર વ્યાજ દરમાં વધારાથી ફુગાવાને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેન્કના પ્રયાસો ફુગાવાને…
ADVERTISEMENT
દિલ્હીઃ RBIની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના સભ્ય અશિમા ગોયલે બુધવારે જણાવ્યું હતું કે વારંવાર વ્યાજ દરમાં વધારાથી ફુગાવાને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેન્કના પ્રયાસો ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ કરશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આવતા વર્ષે તે છ ટકાથી નીચે આવવાની સંભાવના છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગોયલે વધુમાં જણાવ્યું હતું કે પોલિસી રેટમાં વધારો થવાથી રોગચાળાના સમયમાં કરવામાં આવેલા કાપને મોટાભાગે ઉલટાવી દેવામાં આવ્યો છે, વાસ્તવિક દર હજુ પણ એટલા નીચા છે કે અર્થતંત્રમાં વૃદ્ધિને નુકસાન ન થાય. બે-ત્રણક્વાર્ટરના ગાળામાં ઊંચા વાસ્તવિક દરો અર્થતંત્રમાં માંગમાં ઘટાડો કરશે,”
અહેવાલો પ્રમાણે વધતી જતી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે, RBI એ 30 સપ્ટેમ્બરે રેપો રેટને 5.9 ટકા પર લઈ જવા માટે સતત ત્રીજી વખત ટૂંકા ગાળાના ધિરાણ દરમાં 50 bps નો વધારો કર્યો છે. તેણે મે મહિનાથી ચાવીરૂપ વ્યાજ દરોમાં 190 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ગોયલના જણાવ્યા પ્રમાણે “ભારત સરકાર પુરવઠા બાજુના ફુગાવાને ઘટાડવા માટે પણ પગલાં લઈ રહી છે. વર્તમાન અંદાજ સૂચવે છે કે ફુગાવો આવતા વર્ષે 6 ટકાથી નીચે આવશે” નોંધપાત્ર રીતે, કેન્દ્રીય બેંક માટે ફુગાવાનો દર 2 ટકાથી ઉપર અને 4 ટકાથી નીચે રાખવો ફરજિયાત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT