રેપો રેટને લઈ RBI એ કરી મોટી જાહેરાત, મોંઘવારી અંગે જાણો શું કહ્યું RBI ગવર્નરે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ત્રણ દિવસીય MPC બેઠકના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24ની આ બીજી બેઠકમાં પણ કેન્દ્રીય બેંકે પોલિસી રેટ (રેપો રેટ) સ્થિર રાખ્યા છે. અગાઉ એપ્રિલ મહિનામાં મળેલી બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. એટલે કે, તે 6.5 ટકા પર સ્થિર રહેશે અને EMI ચૂકવનારાઓ પર બોજ વધશે નહીં.

6 જૂને બેઠક શરૂ થઈ હતી
ગવર્નર શક્તિકાંત દાસે 6 જૂને શરૂ થયેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) મીટિંગના પરિણામોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  મે 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયેલી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંકે એક પછી એક રેપો રેટમાં વધારો કર્યો હતો.

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે CPI ફુગાવો હજુ પણ અમારા 4 ટકાના લક્ષ્યાંકથી ઉપર છે અને અમારી આગાહી મુજબ 2023-24માં તેનાથી ઉપર રહેશે. આ સાથે તેમણે નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ સાથે, તેમણે કહ્યું કે SDF દર 6.25 ટકા અને સીમાંત સ્થાયી સુવિધા અને બેંક દર 6.75 ટકા પર યથાવત છે:

ADVERTISEMENT

મે 2022થી રેપો રેટમાં આટલો વધારો થયો
આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી એટલે કે 9 મહિનામાં રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હાલમાં રેપો રેટ 6.5 ટકા છે. રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ નાણાં રાખવા માટે બેંકોને વ્યાજ આપે છે. રેપો રેટમાં ઘટાડો થવાને કારણે લોનની EMI ઘટે છે, જ્યારે રેપો રેટમાં વધારો થવાથી EMIમાં પણ વધારો થાય છે.

આરબીઆઈના દાયરામાં ફુગાવાનો દર
એપ્રિલ 2023માં છૂટક ફુગાવો 4.7 ટકાના 18 મહિનાના નીચા સ્તરે આવી ગયો છે. એપ્રિલમાં છૂટક મોંઘવારી દર ઓક્ટોબર 2021 પછીના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. તે જ સમયે, ભારતનો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) ફુગાવો આ વર્ષે એપ્રિલમાં ઘટીને -0.92 ટકા પર આવી ગયો, જે આ વર્ષે માર્ચમાં 1.34 ટકા હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ખાદ્ય ફુગાવો એપ્રિલમાં ઘટીને 0.17 ટકા થયો છે જે માર્ચમાં 2.32 ટકા હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT