RBIએ ગુજરાતની આ 3 બેંકોને ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક એ ગુજરાતની ત્રણ સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે. જેમાં કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિ., ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ.…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક એ ગુજરાતની ત્રણ સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે. જેમાં કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિ., ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. અને મેઘરાજ નાગરિક સહકારી બેંક લિ.નો સમાવેશ થાય છે. નિયામક અનુપાલનમાં ખામીઓને કારણે આ બેંકો પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, રિઝર્વ બેંક એ સોમવારે ત્રણેય સહકારી બેંકો પર દંડની આ કાર્યવાહી કરી છે. રાજકોટની સહકારી બેંકને સૌથી વધુ દંડ ફટકારવામાં આવ્યો છે. RBIએ તેના પર 2 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ ઉપરાંત ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને 50,000 રૂપિયા અને મેઘરાજ નાગરિક સહકારી બેંક લિમિટેડને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ કારણે ફટકારવામાં આવ્યો દંડ
દંડની આ કાર્યવાહીના સંબંધમાં કેન્દ્રીય બેંકે રાજકોટની સહકારી બેંકને કહ્યું કે બેંકે થાપણદારો શિક્ષણ અને જાગૃતિ ફંડમાં 10 વર્ષથી વધુ સમયથી બાકી રહેલા કેટલાક ખાતાઓમાં બાકીની રકમ ટ્રાન્સફર કરી નથી. જેના કારણે બેંકને નોટિસ ફટકારી કારણ પૂછવામાં આવ્યું હતું. આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંક પર યોગ્ય કારણો ન આપવા અને આ સંબંધમાં રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ લગાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કચ્છ સ્થિત ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંકના કિસ્સામાં, આરબીઆઈને જાણવા મળ્યું કે બેંકે લોનની મંજૂરીના મામલે નિયમોનું પાલન કર્યું નથી. જ્યારે ત્રીજી બેંક મેઘરાજ નાગરિક સહકારી બેંકના કિસ્સામાં પણ આવો જ ઉલ્લંઘન જોવા મળ્યો હતો. આ બેંક માટે આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકે 6 લોન મંજૂર કરી હતી, જેમાં ડાયરેક્ટરના સંબંધીઓ કોલેટરલ/ગેરન્ટર તરીકે સામેલ હતા.
ગ્રાહકો પર કોઈ અસર નથી
જો કે, ત્રણ સહકારી બેંકો પર ભારતીય રિઝર્વ બેંકની આ કાર્યવાહીથી ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. આરબીઆઈ નિયમોના પાલનમાં રહેલી ખામીઓને લઈને બેંકો પર સતત કડકતા દાખવી રહી છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ રિઝર્વ બેંકે ત્રણ સહકારી બેંકો પર દંડ લગાવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT