RBI ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ માર્ચમાં વધીને 56.4 પર પહોંચ્યો, તમામ ક્ષેત્રોમાં વૃદ્ધિ નોંધાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ અર્થવ્યવસ્થામાં સુધારા સાથે આરબીઆઈનો સંયુક્ત નાણાકીય સમાવેશ (FI) ઇન્ડેક્સ માર્ચ 2022માં વધીને 56.4 થઈ ગયો હતો. માર્ચ, 2021માં તે 53.9 હતો. જ્યારે સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે, તમામ પરિમાણોમાં વધારા સાથે ઇન્ડેક્સ દેશના વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય સમાવેશની સ્થિતિ દર્શાવે છે.

ઇન્ડેક્સ નાણાકીય સમાવેશના વિવિધ પાસાઓ પર શૂન્ય અને 100 વચ્ચેની માહિતી આપે છે. સેન્ટ્રલ બેંકે ગયા વર્ષે ઓગસ્ટમાં જણાવ્યું હતું કે તે સરકાર અને સંબંધિત ક્ષેત્રીય નિયમનકારો સાથે પરામર્શ કરીને બેંકો, રોકાણ, વીમો, પોસ્ટલ તેમજ પેન્શન ક્ષેત્રોની વિગતોને આવરી લેતા વ્યાપક સૂચકાંક તરીકે તૈયાર કરવામાં આવ્યો છે.

ઇન્ડેક્સ ત્રણ મુખ્ય પરિમાણો પર બનેલો છે.
FI ઇન્ડેક્સ ત્રણ મુખ્ય પરિમાણોને આવરી લે છે. આ પરિમાણો છે…એક્સેસ (35 ટકા), ઉપયોગ (45 ટકા), ગુણવત્તા (20 ટકા). આમાંના દરેકમાં વિવિધ પરિમાણોનો સમાવેશ થાય છે, જેની ગણતરી સંખ્યાબંધ સૂચકાંકોના આધારે કરવામાં આવે છે. નાણાકીય સમાવેશ ઇન્ડેક્સ કોઈપણ આધાર વર્ષ વિના તૈયાર કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

બેન્ક ઓફ ઈન્ડિયાનો નફો 22% ઘટ્યો
બેન્ક ઓફ ઈન્ડિયાનો નફો એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 22 ટકા ઘટીને રૂ. 561 કરોડ થયો છે. એક વર્ષ પહેલા તે 720 કરોડ હતો. બેંકની ગ્રોસ એનપીએ 13.51%થી ઘટીને 9.30% થઈ અને નેટ NPA 2.21% રહી છે.

અગુસ્ટે ભારતમાં વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર
અર્થશાસ્ત્રી અગુસ્ટે તાનો કુઆમેને ભારતમાં વિશ્વ બેંકના નવા કન્ટ્રી ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જુનૈદ કમાલ અહેમદનું સ્થાન લેશે. કુઆમેએ કહ્યું કે, વિશ્વ બેંકને 75 વર્ષથી વધુ સમયથી ભારતની વિકાસ સિદ્ધિઓને સમર્થન આપવાનો વિશેષાધિકાર મળ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT