2000ની નોટ પર RBI એ આપ્યું મોટું અપડેટ, હવે આ તારીખ સુધી બદલાશે નોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Exchange 2000 note Update: મહિનાના છેલ્લા દિવસે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એવા લોકોને મોટી રાહત આપી છે જેઓ અત્યાર સુધી ચલણમાંથી હટાવવામાં આવેલી રૂ. 2,000ની નોટ બદલી નથી શક્યા. કેન્દ્રીય બેંકે તેની સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર 2023 કરી છે. અગાઉ આ કામ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી જે આજે પૂરી થઈ રહી છે. આ પહેલા પણ આરબીઆઈએ વધુ સાત દિવસનો સમયગાળો આપ્યો છે.

2,000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે

RBI અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે 2000 રૂપિયાની નોટ છે તો તેને ચિંતા કરવાની જરૂર નથી. તેઓ તેમની નજીકની બેંક અથવા આરબીઆઈની પ્રાદેશિક કચેરીમાં જઈને સરળતાથી તેમને બદલી શકે છે. રિઝર્વ બેંકે આ સંબંધમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ નોટો જે ચલણમાંથી બહાર કાઢવામાં આવી છે તે હવે 7 ઓક્ટોબર 2023 સુધી બેંકોમાં જમા કરાવી શકાશે અને અન્ય નોટો સાથે બદલી શકાશે.

Gujarati News: GSRTCના કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં વધારો

7 ઓક્ટોબર પછી શું થશે?

સેન્ટ્રલ બેંકે તેના સર્ક્યુલરમાં કહ્યું છે કે 7મી ઓક્ટોબરની નવી નિયત સમયમર્યાદા બાદ પણ જો રૂ. 2000ની નોટો બદલાતી નથી, એટલે કે આ પછી પણ જો કોઈની પાસે રૂ. 2000ની નોટ બચી જાય છે, તો તમે કે બેન્ક બંને બદલી નહીં કરી શકો. તમે તેને જમા કરી શકશો નહીં અથવા બદલી શકશો નહીં. પરંતુ, આ મામલે પણ રાહત આપતા એવું કહેવામાં આવ્યું છે કે 7 ઓક્ટોબર પછી RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાંથી નોટો બદલી શકાશે. એક સમયે 20,000 રૂપિયાથી વધુની નોટો બદલી શકાતી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT