જો તમે લોન લીધી હોય તો બેંકોની છેતરપિંડીથી બચવા RBIનો આ નિયમ ખાસ જાણી લેજો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: શું તમે લોનના હપ્તા ન ચૂકવી શકવા પર બેંકની ભારે પેનલ્ટીથી પરેશાન છો? RBIએ તમારા માટે મોટી રાહતની ખબર આપી છે. RBIએ પેનલ્ટી વ્યાજ દરોના નામે પર લોન લેનારા ગ્રાહકો પાસેથી પૈસા વસૂલનારી બેંકો સામે લાલ આંખ કરી છે. આ સાથે આરબીઆઈએ આ ભારે ભરખમ વ્યાજ દરોથી લોન લેનારાઓને બચાવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ એક ડ્રાફ્ટ સર્ક્યુલરમાં આરબીઆઈએ કહ્યું છે કે, દંડ ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે નહીં પણ ફી તરીકે વસૂલવો જોઈએ.

બેંકો મનમાની કરી રહી હતી
આરબીઆઈએ કહ્યું કે તેણે બેંકોને લોન લેનારાઓ પર દંડ લાદવાનો અધિકાર આપ્યો છે, પરંતુ તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેઓ તેનો ઉપયોગ આવક વૃદ્ધિના સાધન તરીકે કરતા હતા. આરબીઆઈએ ડ્રાફ્ટ સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે, “એવું જોવામાં આવ્યું છે કે ઘણી નિયમનકારી સંસ્થાઓ પેનલ્ટી વ્યાજ દર વસૂલ કરે છે. આ લાગુ વ્યાજ દરો ઉપરાંત છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “મૂળ વ્યાજ દર ઉપરાંત દંડના વ્યાજ દરનો આવક વૃદ્ધિના સાધન તરીકે ઉપયોગ થવો જોઈએ નહીં. જો કે, સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, પેનલ્ટી વ્યાજની વસૂલાતના સંદર્ભમાં નિયમનકારી સંસ્થાઓમાં વિવિધ નિયમો છે. જેના કારણે ગ્રાહકોની ફરિયાદો અને વિવાદો વધ્યા છે.

વ્યાજ દર તરીકે દંડ વસૂલવામાં આવશે નહીં
આરબીઆઈએ પ્રસ્તાવ મૂક્યો છે કે હવે ડિફોલ્ટ થવા પર પેનલ્ટી વ્યાજ દરના રૂપમાં વસૂલવામાં આવશે નહીં. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે લોન પરના વ્યાજ દરોને ફરીથી સેટ કરવાની શરતો સહિત વ્યાજદરના નિર્ધારણ અંગેની નિયમનકારી સૂચનાઓનું સખતપણે પાલન કરવું જોઈએ. ઉપરાંત, સંસ્થાઓ વ્યાજ દર માટે કોઈ વધારાના ઘટકની રજૂઆત કરશે નહીં.

ADVERTISEMENT

લેનારાઓને રાહત
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે પેનલ્ટી ચાર્જનું કોઈ કેપિટલાઇઝેશન થશે નહીં એટલે કે આવા ચાર્જ પર કોઈ વધુ વ્યાજ વસૂલવામાં આવશે નહીં. અત્યાર સુધી લોન લેનારાઓએ દંડની રકમ પર પણ વ્યાજ ચૂકવવું પડે છે.

    follow whatsapp

    ADVERTISEMENT