RBIએ બેંકોને 10 આતંકવાદીઓના એકાઉન્ટ વિશે સરકારને માહિતી આપવા કરી ટકોર, જાણો વિગતવાર માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ RBIએ ગુરુવારે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી એ 10 શખસો અંગે સરકારને જાણકારી આપવા માટે કહ્યું છે જેમણે આ મહિનાની શરૂઆતમાં ગૃહ મંત્રાલયે આતંકવાદી જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે યૂએપીએ હેઠળ ગૃહ મંત્રાલયે 4 ઓક્ટોબરે હિજબુલ મુજાહિદ્દીન, લશ્કર એ તૈયબા અને અન્ય પ્રતિબંધિત સંગઠનોના કુલ 10 શખસોને આતંકવાદી કરાર કરી દીધા હતા.

એક પાકિસ્તાની નાગરિક પણ સામેલ
સરકારે જેમને આતંકવાદી ઘોષિત કર્યા છે તેમાંથી એક પાકિસ્તાની નાગરિક પણ છે. જેનું નામ હબીબુલ્લાહ મલિક ઉર્ફ સાજિક જટ્ટ છે. આની સાથે જમ્મુ-કાશ્મીરના બારામૂલા, સોપોરના પણ 2 શખસોને સરકારે આતંકવાદી જાહેર કરી દીધા છે. આવી રીતે કુલ 10 શખસો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

  • RBI દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ પ્રમાણે RIને આવશ્યક અનુપાલન હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસના આધારે વિગવાર માહિતી એકત્ર કરવાની સૂચના આપી છે. જેમાં બેંક, એનબીએફસી સામેલ છે.
  • RBIએ ગુરુવારે કહ્યું હતું કે તેમની રેટ સેટિંગ પેનલ. એમપીસીની એક એક્સ્ટ્રા બેઠક 3 નવેમ્બરે થવાની હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT